પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૭૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૦ : ક્ષિતિજ
 


દૂર કરી ‘નર્તકી હલકી પડે છે ? હું જાણતો હતો જ. લે આ મારા કુટુંબની રાજકન્યા.' કહી યુવનાશ્વે તેની પાસે ઊભેલી યુવતીનું મુખવેખન સુબાહુ સામે ઊભી રાખી, એ યુવતી ખરેખર અલ્પ સૌન્દર્યવતી હતી. કાંચનજંઘા તેની આગળ ઝાંખી પડી ગઇ. સુબાહુને યુવનાશ્વનું ખૂન કર વાની વૃત્તિ થઈ આવી. કદાચ તેણે એકાદ સૈનિક પાસેથી શસ્ત્ર ઝૂંટવી યુવનાશ્વને માર્યું પણ હોત. પરંતુ તેના હૃદયમાં સંતાયલા દ્રષ્ટા અને અલિપ્ત સુબાહુએ જેમ પ્રથમ કામાતુર સુબાહુને ચેતવી સાચવ્યો હતો તેમ ક્રોધની જ્વાલામાં સળગી ઊઠેલા સુબાહુને તેણે ક્રોધના પરિણામમાંથી બચાવી લીધો. તેણે માત્ર જવાબ આપ્યો : ‘મારે મન નર્તકી ને રાજકન્યા બંને સરખાં છે.’ ‘એટલે ?' સહજ ભમર ઊંચકી યુવનાશ્વે પૂછ્યું. ‘બંને સ્ત્રીઓ છે.’ ‘બંને સ્ત્રીઓ વચ્ચે ઘણો ફેર.' ‘શાનો ફેર ?’ ‘કુળનો ફે૨. વિશુદ્ધિનો ફેર.’ ‘કુળનો ફેર ? ઓ વિક્રમના વંશજ ! તેં તારું કુળ તો ક્યારનુંયે સામાન્ય બનાવી દીધું. આટઆટલી નર્તકીઓ ભેગી કર્યા પછી તું કુળની વાત કરે છે ?’ ‘પુરુષ અને સ્ત્રીની વિશુદ્ધિમાં ફેર છે. પુરુષ કદી ભ્રષ્ટ ન થાય, અને સ્ત્રી...’ ‘બસ કર યુવનાશ્વ ! જે કુળમાં પુરુષ વિશુદ્ધ ન રહી શકે તે કુળની સ્ત્રીઓની વિશુદ્ધિ માટે હું વાત કરવા તૈયાર નથી. મારે ન તારી નર્તકી જોઈએ, ન તારી રાજકન્યા જોઈએ.’ ‘તું જાણે છે કે આ શબ્દો વડે તું અવંતીનાથનું અપમાન કરે છે ?' ‘અવંતીનાથનું જેટલું અપમાન થાય એટલું ઓછું છે. એ નિર્માલ્ય સ્ત્રીસંગીતનું માન મરી ગયું છે.’ “મને તે નિર્માલ્ય માને છે ?’ ‘આટલી સ્ત્રીઓથી રક્ષાયલા રાજવી માટે વધારે કડવો શબ્દ મને જડ્યો નહિ. નિર્માલ્યથી ઊતરતો...' ‘જાઓ બધાં. વેરાઈ જાયો.' યુવનાશ્વે સ્ત્રીસૈનિકોને આજ્ઞા આપી. અંગરક્ષણ કરતી યવનીઓ અને ભીલ યુવતીઓ વ્યવસ્થિત રીતે યુવનાશ્વને નમીને ઓરડાની બહાર નીકળી ગઈ.