પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૭૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સુબાહુની જાગૃતિ :૧૬૧
 


હજી હું નિમલ્ટિ લાગે છે ?' ‘તેં કાંઈ વીરકૃત્ય કર્યું જાણ્યું નથી.' ઠીક. તારી ખાતરી કરાવું.' યુવનાશ્વ એક ભીંત ઉપર આવેલી ચાંપ દબાવી. આખી ભીંત ખસી ગઈ. ભીંત આગળ ઊંડો ચોક દેખાયો. યુવનાશ્વ વગર ભયે સુબાહુનો હાથ પકડ્યો, તેને ચોક પાસે લગભગ ખેંચ્યો અને કહ્યું : 'જો, નીચે ચોકમાં કોણ છે ?’ ‘ક્ષમા !’ સુબાહુથી બોલાઈ ગયું. ક્ષમાએ નીચેથી ઊંચું જોયું અને યુવનાશ્વે ભીંત બંધ કરી દીધી. ‘તારી ભારેમાં ભારે દુશ્મનને મેં કેદ પકડી છે. હવે તને સમજાશે કે યુવનાશ્વ વીરત્વવિહીન તો નથી જ.' ‘નાસતાં પકડી ‘ક્ષમા નાસે એવી લાગે છે ?’ ‘એ તો તારા મિત્રરાજ્યની સ્ત્રી છે. યવનો અને રોમનો માટે તારું રાજ્ય ખુલ્લું જ છે.' ‘તું મિત્ર બને તો ક્ષમા હું તને સોંપી દઉં.’ ‘જલમાર્ગ સિવાય રોમનો આવી જ ન શકે એવી મારી શર્ત સ્વીકારે તો હું તારો મિત્ર જ છું.’ ‘રોમનોનો વ્યાપાર, રોમનોનાં સંસ્થાનો, રાજ્યમાં વેરાયેલી વસ્તી એ બધાનો વિચાર.... ‘જે છે તે ચાલુ રાખ. કોઈ નવું ન આવે એટલું તું કરે તોય બસ છે.’ ‘હજી સમય છે. કાલ સવારે નક્કી કરીએ. દરમિયાન આ યુવતીની આ રાજકુમારી ભેટ...’ એક કાંચનજંઘા અને બીજી આ રાજકુમારી; એમ બે ભેટ તું આપે છે નહિ ?' ‘એથી તું રીઝતો હોય તો બંને તારાં છે.’ ‘વારુ. બંનેને મૂકી જા. હું તેમનાં મન પરખી લઉં.’ ‘એમનાં મન કેવાં ? મારી આજ્ઞા એ તેમનું મન.' ‘પણ હું તારી આજ્ઞામાં નથી ને !' યુવનાશ્વ હસ્યો. સુબાહુની બંધનમય સ્થિતિનું ભાન કરાવવા તે સહજ હસ્યો. સુબાહુ એ હાસ્ય વાંચી પણ શક્યો.