પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૭૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૨ : ક્ષિતિજ
 


‘એ ચર્ચાની જરૂર છે ?’ યુવનાશ્વે હસીને કહ્યું. ‘ા. કારણ તું એમ માને છે કે હું બંધનમાં છું.' ‘એ મારી માન્યતા હોય તો તે ખોટી છે ?’ યુવનાશ્વે પૂછ્યું. બહાર કશો કોલાહલ સંભળાયો. મહેલમાં હિલચાલ થઈ રહી સીસોટીઓ અને સંકેતપુકારો સંભળાઈ રહ્યા. ફાનસોના મોટા નાના પ્રકાશ હલવા લાગ્યા. યુવનાશ્વ સહજ સ્થિર બન્યો. તેનું એકવડિયું શરીર જરા ટટાર થયું. બારણા ઉ૫૨ ટકોરા વાગ્યા. ‘ખોલો’ યુવનાશ્વે કહ્યું. એક જબરજસ્ત, કદાવર, કદરૂપા, શસ્ત્રધારી વ્યંડળે પ્રવેશ કર્યો યુવનાશ્વને નમી તેણે કહ્યું : ‘ક્ષમા અને ઉત્તુંગ ભાગી ગયાં.’ ‘ક્ષમાને તો મેં હમણાં જ જોઈ હતી.' ‘જી. પણ વાત ખરી છે.’ ‘કોની ભૂલથી ?’ ‘મારાથી ન કહેવાય. ગુરુની દેખરેખમાં હતાં.' ‘પાછળ માણસો મોકલ્યાં ?' ‘આપના નાના કુમાર જાતે ગયા છે.' ‘કુમાર ? શા માટે ? બાર વર્ષનો બાળક કોણે મોકલ્યો ?’ ‘આજના રક્ષણનો વારો તેમનો હતો.' ‘જાઓ, પાછળ જાઓ, કુમાર ભયમાં છે. ખબર નથી કે શહેરનાં નાકાં બંધ થઈ ગયાં છે?’ નમસ્કાર કરી વ્યંડળે બહારનો માર્ગ લીધો. વિચાર કરતા યુવનાશ્વને સુબાહુએ પૂછ્યું : ‘શહેર ઘેરાયેલું છે ?’ યુવનાશ્વે કાંચનજંઘા તરફ એક તીક્ષ્ણ નજર ફેંકી પૂછ્યું : ‘તને કોણે કહ્યું ?’ ‘તેં જ કહ્યું.’ ‘મેં ? ક્યારે ? કેવી રીતે ?’ ‘તેં જ હમણાં ન કહ્યું કે શહેરનાં નાકાં બંધ છે ?' ‘અહં. તારાંયે અનુમાનો ભારે હોય છે ને ?” ‘અનુમાનો ? મારો બધો કાર્યક્રમ સૂર્યચંદ્ર સરખો નિયમિત હોય છે.