પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૭૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સુબાહુની જાગૃતિ :૧૬૩
 


હું અનુમાન કરતો જ નથી. જાણે ઘણાં રહસ્યો જાણતો હોય એવો દેખાવ કરી સુબાહુ બોલ્યો. ‘એટલે ? તું અહીં આવ્યો પુરાયો - એ તારા કાર્યક્રમનું પરિણામ છે?’ ‘મને જલદી જવા દે, નહિ તો સુકેતુ તારી નગરીને બાળી ભસ્મ કરશે. સમજ્યો ?' બહાર બુમરાણ વધી ગયું. એક નોકરે અંદર આવી અત્યંત ઉતાવળથી ખબર આપી : ‘મહેલને આગ લાગી છે.’ ‘પ્રભાત થયું ?’ યુવનાશ્વે પૂછ્યું. ‘હા જી.’ ‘જાઓ; સુકેતુને કહો કે આગ હોલવી નાખે, નહિ તો સુબાહુનું શીશ જોખમમાં છે.'