પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ક્ષિતિજ
 
આવતું તોફાન
 

૨ : ક્ષિતિજ અને ક્ષિતિજ વીધતી આંખો જાગૃત થઈ. ‘તારી સમાધિ પૂરી થઇ ?’ સુકાનીએ પૂછ્યું : જવાબમાં તેને આછું સ્મિત મળ્યું. તો આપણે હવે નીચે ઊતરીએ. આથી આગળ હોડી જશે પ્રશ્ન પૂછનાર પુરુષે કહ્યું. બંને પુરુષો હોડીમાં ઊભા થયા. દેહને ઢાંકી રહેલું ચર્મવસ્ત્ર બંને જણે અળગું કર્યું. ઘૂંટણને ઢાંકતું ઉત્તરીય ઘૂંટણ ઉપર ચડાવી બંને જો કછોટો વાળ્યો. ક્ષિતિજ નિહાળી રહેલો રુપ્ પહેલો પાણીમાં ઊતર્યો. તેને સુકાનીધારીએ કહ્યું

‘સુબાહુ ! કાંઈ હથિયાર તો લઈ લે.’ ‘તારી પાસે હશે જ ને !' ‘હું હથિયાર વગર ફરતો જ નથી.' ‘સુકેતુ ! તારું હથિયાર બસ છે. સુબાહુએ કાંઈ પણ હથિયાર લીધા વગર પાણીમાં ચાલવા માંડ્યું. સુકેતુએ લાકડાનું એક અર્ધચક્ર હાથમાં લીધું અને તે પણ પાણીમાં ઊત પાણી ઘૂંટણ સુધી આવતાં હતાં. બસો પગલાં દૂર કિનારો હતો. પાણી ડહોળી બંને યુવકો કિનારે આવ્યા. કિનારાની થોડી જમીન ભીની હતી. ભીની જમીનથી ઉપરના ભાગના ઢોળાવમાં ભરતીએ કચરો વ્યવસ્થિત રીતે વેરેલો દેખાતો હતો. તેની આગળ રેતીના ઢગલાનો મોટો વિસ્તાર હતો. થોડે દૂર આસપાસ તવરાની ઘીચ ઝાડી જામેલી હતી. તેની યે પાછળ વૃક્ષરાજિ વિરાજી રહેલી હતી. વન નહિ, પરંતુ ઉપવન સરખો કિનારાનો ભાગ દેખાતો હતો. કોરી રેતીના ઢગલા ઉપર બંને જણ બેઠા. ઢગલાની પાસે જમીન ઉપર ચોતરફ મરજાદાવેલ ફેલાયલી હતી. પશ્ચિમ આકાશમાં રતાશ પ્રવેશ પામતી હતી. ‘રક્ત સમુદ્ર ભારે તોફાની !' સુકેતુ બોલ્યો. ‘હું.’ સુબાહુએ રક્ત સમુદ્રનાં તોફાનને બહુ મહત્ત્વ ન આપ્યું. ‘હવે ભૂમધ્ય સમુદ્રમાં ફરી વળવું છે.' ‘નીલ નદીના મુખમાં વહ્યો જાય તો ?' ‘શી હરકત ? કેવી મઝા આવી હતી ?’ “મગર સાથે લડવાની, નહિ ?' સુકેતુ હસ્યો. તેને મીસર-મિશ્ર દેશની મુસાફરી યાદ આવી. દરિયો