પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૮૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પરાજિત યુવનાથ :૧૬૫
 


‘અહીંથી ખસવાનો પ્રયત્ન કરી જો તને ખબર પડશે કે આ નર્તકીઓ છે કે વીરાંગનાઓ છે !' તીરાંગનાઓ ? મેં તો સાંભળ્યું છે - અને જોયું પણ છે - કે યુવનાશ્વનો મહેલ તો વારાંગનાઓનો એક વાડો છે. ભય હોય તો મને નથી; રાજ્યમહેલને વેશ્યાવાડો બનાવનાર કામાંધને છે,' સુકેતુના શબ્દો યુવનાશ્વને વાગતા હતા. સહજ માનભંગ થઈ યુવનાશ્વે પૂછ્યું : ‘તું કદી અહીં આવ્યો નથી. મારા રાજમહેલને તું શું ઓળખે ?' ‘તારી પત્ની તો ઓળખે ને ?’ ‘પત્ની ? મહારાણીની તું વાત કરે છે ?' ‘હા. તારી પટરાણીની હું વાત કરું છું.' ‘તારે તેની વાત કેમ કરવી પડે છે ?' ‘તારા મહેલ વિષે મેં જે શબ્દો ઉચ્ચાર્યા તે તારી મહારાણીના શબ્દો ‘તેં ક્યાં સાંભળ્યા ?’ ‘મારી છાવણીમાં.’ ‘સુકેતુ ! તું શું બોલે છે ? ઘેલો બનીને તો નથી આવ્યો ?’ ‘નહિ, નહિ. તારી પટરાણીને મારી છાવણીમાં કેદ કરી પછી હું અહીં આવ્યો છું. તું ઘેલો ન બની જાય તે પ્રથમ જોજે.’ ‘શું ? મારી પટરાણી કેદમાં ? ખોટો ભય બતાવે છે ?’ ‘હું ખોટો ભય બતાવતો નથી. સુબાહુની માફક હું ઉદાર થતો નથી. તારી પટરાણી અને તારા મોટા પુત્રને કેદ કર્યા પછી જ સુબાહુને લેવા હું આવ્યો છું.' ‘મારા પુત્રને પણ ?’ હા. મારી જાતના જોખમ માટે કોઈ સામું જોઈએ ને ?' ‘છતાં હું તમારો વધ કરાવીશ.' ‘તું ધારે છે એટલું એ સહેલું નથી. અને હવે સૂર્યોદયની તૈયારી છે. સૂર્યોદય થતાં બરોબર તારી સ્ત્રી અને પુત્ર બંનેનો વધ થશે.’ ‘વધ થશે ? સુકેતુ ?' સુબાહુ બોલી ઊઠ્યો. 'હા. યુવનાશ્વને સ્ત્રી કે પુત્રની ખોટ ક્યાં પડે એમ છે ?’ સુકેતુએ કહ્યું. ‘એ વધ અટકાવી દે.’ સુબાહુએ કહ્યું. સિ ૧૧