પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૮૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૬ : ક્ષિતિજ
 


‘એ અટકાવવાની શક્તિ માત્ર યુવનાશ્વમાં જ છે.' સુકેતુએ કહ્યું. ‘મારી સ્ત્રી કે મારા પુત્રની કતલનો ભય તમને મુક્તિ નહિ આપી શકે.' યુવનાશ્વે કહ્યું. સુકેતુ સ્થિરતાથી ઊભો હતો. સુબાહુ સહજ વિકલ જણાયો. યુવનાશ્વ કહે અગર ના કહે તોપણ સ્ત્રી અને બાળકનો વધ અટકાવવા આજ્ઞા આપવાની સુબાહુને ઇચ્છા થઈ. પરંતુ તે આજ્ઞા કરે તે પહેલાં બારણું ઉઘાડી બૌદ્ધ તાન્ત્રિક ધસી આવ્યો. તેના હાથ બાંધેલા હતા, અને બંધનની દોરી એક સૈનિકના હાથમાં હતી. એ સૈનિક યુવનાશ્વના સૈન્યનો હતો. ‘સિદ્ધ ! આપ બંધનમાં ?' યુવનાશ્વે એકદમ પૂછ્યું. ‘મને બંધનમાંથી છોડાવવો હોય, તારી સ્ત્રીનો અને તારા પુત્રનો વધ અટકાવવો હોય. તારી પ્રજાને આ ક્રૂર ચાંચિયાની કતલમાંથી ઉગારવી હોય તો સુબાહુને એકદમ મુક્ત કર.’ સિદ્ધે શ્વાસભર્યો જવાબ આપ્યો. ‘પ્રજાની કતલ ? એ છે શું ?’ ‘શરૂ થઈ ગઈ છે. પ્રથમ મહેલના પુરુષોનો વધ થવા માંડ્યો છે. ‘અને તારો વધ થયા પછી હું તારા શહેરના એકેએક પુરુષને કાપી નાખવાનો છું.' સુકેતુએ તિરસ્કારપૂર્વક કહ્યું. ‘મારો વધ ? મારું સૈન્ય...’ યુવનાશ્વે કહ્યું. તેનું વાક્ય પૂરું ન કરવા દેતાં સુકેતુએ કહ્યું : ‘હા, તારો વધ. આટલી અંગરક્ષિકાઓ સિવાય તારું આખું સૈન્ય મેં રોકી લીધું છે.’ ‘સુબાહુ ! તું છૂટો છે.’ યુવનાશ્વે આજ્ઞા કરી. ‘વારુ. પણ આ સિદ્ધની કતલ વિષે ફરી વિચાર કરીશું'. સુકેતુએ કહ્યું અને તે ઝડપથી ઓરડાની બહાર નીકળી ગયો. ‘સિદ્ધ ! આ બધું શું થયું ?’ ‘બૌદ્ધ ધર્મના અસ્વીકારનું ફળ. બીજું શું ?' સિદ્ધે જવાબ આપ્યો. ‘સિદ્ધને છોડી દે.' સુબાહુએ સૈનિકને આજ્ઞા કરી. ‘સુકેતુની આજ્ઞા નથી.’ સૈનિકે જવાબ આપ્યો. ‘તું મને ઓળખે છે ?’ ‘જી.' ‘આખું યુદ્ધ કોને માટે થાય છે એ પણ તું જાણે છે ને?’ ‘જી. હું મુક્ત કરું છું.' સૈનિકે સિદ્ધને બંધનમુક્ત કર્યો. સિદ્ધે