પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૮૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પરાજિત યુવનાથ :૧૬૭
 

યુવનાશ્વ તરફ જોયું. જોયું અને પછી કહ્યું : પેલી બંને સ્ત્રીઓને મોકલી દો.' પરાજિત યુવનાશ્ર : ૧૬૭ ભુલાઈ ગયેલી કાંચનજંઘા અને રાજકન્યા એક ખૂણામાં ભવ નિહાળતાં ઊભાં હતાં. યુવનાશ્વે આજ્ઞા કરી અને બંને થરથરતી સ્ત્રીઓ ઓરડાની બહાર ચાલી ગઈ. ત્રણે પુરુષો પરસ્પર સામે જોઈ ક્ષણભર ઊભા રહ્યા. યુવનાશ્વ વિકલ હતો, પરંતુ ભયભીત ન હતો. સિદ્ધની આંખો ઊંડું ઊંડું કાંઈ શોધતી વધારે તેજસ્વી બનતી હતી. સુબાહુ બંનેને નિહાળતો સ્થિરતાથી ઊભો રહ્યો. ‘સુબાહુ ! કતલ અટકી ?' યુવનાશ્વે વાત શરૂ કરી. ‘અટકવી જ જોઈએ. સુકેતુને કહ્યું જ છે ને ?' સુબાહુએ જવાબ આપ્યો. ‘સુકેતુ માનશે ? એ ક્રૂર લોહી તરસ્યો...' યુવનાશ્વ વાક્ય પૂરું કરે તે પહેલાં સુબાહુએ જવાબ આપ્યો : ‘તું ધારે છે એટલો સુકેતુ ક્રૂર નથી. તેં જેટલી વિષકન્યાઓ મારી હશે એટલા સૈનિકો પણ અમે માર્યા નથી.’ ‘ખોટું. તારા ત્રાસની વાતો સાંભળી આખું આર્યાવર્ત થરથરે છે.’ સિદ્ધે જવાબ આપ્યો. તો આર્યાવર્ત કલ્પિત ત્રાસનો શોખ ધરાવનારી પ્રજાથી ઉભરાતું હશે. માટે જ દરરોજ પરદેશીઓ આવી આર્ય પ્રજાને લૂંટે છે, કચરે છે, ગુલામ બનાવે છે...' બારણું ખોલી સુકેતુ હસતો હસતો અંદર આવ્યો, અને બોલ્યો : ‘સુબાહુ ! કતલ અટકાવી દીધી.' ‘કેટલા કાપી નાખ્યા ?’ યુવનાશ્વે પૂછ્યું. સુકેતુ ખડખડ હસી પડ્યો. જો આ ક્રૂરતાની રિસીમા !' બૌદ્ધ સાધુએ સુકેતુના હાસ્ય તરફ સુબાહુનું ધ્યાન ખેંચ્યું. ‘સુકેતુ ! આજ કોઈનો વધ થયો છે ?' સુબાહુએ પૂછ્યું. ‘એક પણ પુરુષનો વધ થયો નથી. અલબત્ત, વધ કરવા માટે કૈંક સૈનિકોને બાંધી રાખ્યા હતા. એમનાં કાયરતાભર્યાં મુખ જોઈ પ્રથમ તો મને તિરસ્કાર આવ્યો, અને પછી મને હસવું આવ્યું. છૂટા થયેલા સૈનિકોનાં મુખ જોવાં છે ?' સુકેતુએ ફરી હસતે હસતે કહ્યું. બૌદ્ધ સાધુએ ધ્યાનથી સુકેતુ તરફ જોયું.