પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૮૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૮ : ક્ષિતિજ
 


‘એવા સૈનિકો મરે કે જીવે એની મને પરવા નથી. માત્ર આ યુદ્ધો એક વધ કર્યા વગર હું રહેવાનો નથી.' સુકેતુએ બૌદ્ધ સાધુના ધ્યાનને હલાવી નાખતું ઉચ્ચારણ કર્યું. ‘કોનો વધ ?’ સુબાહુએ પૂછ્યું. ‘કાં તો આ બૌદ્ધ સાધુનો કે કાં તો યુવનાશ્વનો.' સુકેતુએ કહ્યું. 'કેમ ?' સુબાહુ બોલ્યો. ‘હું પછી કહીશ.’ ‘વધ કર્યા પછી ?' ‘ા. આજ મને કશી આજ્ઞા ન કરીશ. તું કેટલે દિવસે આજ જાગે છે અને બંધનમુક્ત થાય છે ? તને ઘણી વાતની ખબર નથી. એટલે આજ તું જે થાય તે થવા દે.' સુકેતુએ જરા કડકાઈથી કહ્યું. સુબાહુ વિચારી રહ્યો. યુવનાશ્વ અને બૌદ્ધ સાધુ સામસામે જોતા ઊભા રહ્યા. પૂતળાં સરખી ઊભી રહેલી સૈનિકાઓ ભુલાઈ જાય એટલી બધી સ્થિર અને અશબ્દ બની રહી હતી. આજ્ઞા વગર હાલી પણ ન શકાય એવો સંયમ તે પાળતી હતી. જાણે આંખ કે કાન હોય જ નહિ એવી અલિપ્ત અને નિર્લેપ શસ્ત્રસજ્જ સ્ત્રીઓ અત્યાર સુધી પોતાનું અસ્તિત્વ અલોપ કરી ઊભી રહી હતી. શસ્ત્ર ધારણ કર્યા છતાં તેમનાં મુખ સૌંદર્યરહિત ન હતાં. એ સૈન્યનો કેમ ઉપયોગ ન થાય ? બંને વિજયી સૂત્રધારો એકલા જ હતા. એ અદૃશ્ય થાય તો પછી આખું વિજયી સૈન્ય અદૃશ્ય થાય. લાગ જવા દેવો ? કે હિંમત કરી એક ક્ષણમાં બંને ભાઈઓને વીંધી નાખવાની આજ્ઞા કરવી ? સૈનિકાઓ યુવનાશ્વના મુખ સામે જોઈ રહી હતી. મરવા માટે જ રોકાયલી સ્ત્રીઓ મારીને મરવા માટે સર્વદા તૈયાર હોય જ. શું કરવું? યુવનાશ્વ ! તમે બંને નક્કી કરો. તમારા બેમાંથી કોને વધસ્તંભ ઉપર જવું છે ?’ સુકેતુએ જરા રહી પૂછ્યું. વધસ્તંભ ઉપર જવાની બેમાંથી કોઈની તૈયારી ન હતી. બંનેએ એકબીજાની સામે જોયું, સુબાહુ સામે જોયું અને સુકેતુ સામે જોયું. તેમના મુખ ઉપર ભય ન હતો, પરંતુ વધની ઇચ્છાયે ન હતી. એમાંથી શી રીતે છૂટવું તેની યુક્તિ વીજળીવેગે તેમનાં મન રચતાં હતાં. બંનેને લાગ્યું કે હજી એક દાવ છે. બંનેએ એ દાવ સાથે જ પરખ્યો, અને સાધુએ આંખથી સૂચન કર્યું. ‘બન્નેને વીંધી નાખો.’ યુવનાશ્વે સ્ત્રીસૈનિકોને આજ્ઞા આપી.