પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૮૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પરાજિત યુવનાથ :૧૬૯
 


સ્ત્રીસૈનિકો વીજળીની ઝડપે ઘસી, પરંતુ એકાએક અટકી ગઇ અને સુકેતી ફરી હસ્યો. ‘જો સુબાહુ ! તારે આ બે કૃતઘ્નીઓને બચાવવા છે, નહિ ? સુકેતુના હાથમાં લશ્કરી મનાઈનું એક અનિવાર્ય ચિહ્ન ચમકતું હતું. એ ચિહ્નને જોતાં સર્વ લશ્કરીઓએ રોકાઈ જવું જ જોઈએ એવી પ્રણાલિકા હતી. એ ચિહ્ન માત્ર માલવ સેનાધિપતિ પાસે જ રહેતું હતું. મહારાજા યુવનાશ્વ પાસે પણ નહિ. કોઈ સેનાપતિને સ્થાનભ્રષ્ટ કરવો હોય ત્યારે મહારાજા એ ચિહ્ન પાછું લેવાની આજ્ઞા કરી શકતા. પરંતુ તે સેનાપતિને જ. મહારાજા અને સેનાપતિ રૂબરૂ હોય ત્યારે જ આવી આજ્ઞા થઈ શકતી. બન્ને ભેગા ન થાય ત્યાં સુધી સેનાપતિ સૈન્યનો માલિક હતો. યુદ્ધ અટકા વવાનું સેનાપતિએ યોજેલું ચિહ્ન સર્વ સૈનિકોને માન્ય હતું. સુકેતુએ તે બતાવ્યું એટલે સૈનિકાઓની ાિયકાએ સહુને આગળ વધતાં અટકાવી દીધાં. ! ‘યુવનાશ્વ ! આટલા દિવસના ઘેરામાં હું તને બરાબર ઓળખી ગયો છું. તું શું કરીશ તેનો કહે તો નકશો કાઢી આપું, અને..… તારી એકેએક ચાલને માત કરવાની યોજના કરી પછી જ હું તારા મહેલમાં આવ્યો છું.' સુકેતુ બોલ્યો. ‘સુકેતુ ! આ સઘળા પ્રસંગ ઉપ૨ પડદો નાખ, અને મારો મિત્ર બની જા.' યુવનાશ્વે ગંભીર બની કહ્યું. તે આગળ આવ્યો, અને તેણે પોતાનો હાથ સુકેતુ તરફ લંબાવ્યો. તેના મુખ ઉપર એક જાતનું ગૌરવ આવી ગયેલું દેખાયું. નિર્બલ લાગતો યુવનાશ્વ અત્યારે મહારાજાને ઘટતી અદાથી ઊભો રહ્યો. ‘સ્વીકારી લે.’ સુબાહુએ કહ્યું. ‘મારી શરતો ?’ સુકેતુ બોલ્યો. ‘બધી કબૂલ.’ યુવનાશ્વે કહ્યું. ‘શરતોનો વિચાર ન કરીશ.' સુબાહુએ કહ્યું. ‘એક સિવાય. આ સિદ્ધ મારે કબજે રહેશે.' સુકેતુએ કહ્યું. ‘ભલે.’ યુવનાશ્વ બોલ્યો. સિદ્ધની આંખમાંથી અગ્નિ વરસ્યો. યુવનાશ્વની કાયરતા પ્રત્યે તેને પ્રબળ રોષ ઉત્પન્ન થયો. શાપ દેવાની તૈયારી કરતા મુનિ સરખી મુદ્રા તેના મુખ ઉપર રચાઈ. સુકેતુએ સિદ્ધ તરફ જોયું. તે હસ્યો અને તેણે યુવનાશ્વનો હાથ પકડી