પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૮૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૦ : ક્ષિતિજ
 

. ‘ચાલો મહાકાળેશ્વરનાં દર્શન કરી લઈએ.' યુવનાશ્વે કહ્યું. ‘ચલિત માનસના મહારાજા ! આજથી તું મહારાજ મટી ગયો. બૌદ્ધ ભલે ન બનીશ. આર્ય તો રહે !' સિદ્ધે કહ્યું. ‘એટલે ?’ ‘મહાકાળની પૂજા એ અનાર્ય પૂજા છે, નાગપૂજા છે.' ‘કોણ આર્ય ? અને કોણ અનાર્ય ? મારા અને તારા દેહમાં કેટકેટલું અનાર્ય લોહી વહેતું હશે તે કોણ કહી શકશે ? હા... હા...’ હસીને યુવના કહ્યું, અને તેણે બંને ભાઈઓને ઓરડાની બહાર દોરવા સૂચન કર્યું. ‘આ સિદ્ધને મારી છાવણીમાં મોકલી દો.' સુકેતુએ કહ્યું. ‘સુકેતુ ! એક મિત્ર તરીકે મારી સલાહ છે. જીવ વહાલો હોય તો સિદ્ધને છોડીશ.' યુવનાશ્વે ઓરડાની બહાર નીકળતાં સુકેતુને કહ્યું. સુકેતુ અને સુબાહુ સિવાય કોઈએ યુવનાશ્વનું કથન સાંભળ્યું ન હતું. ‘જીવ વહાલો છે, પરંતુ તે દેશ જેટલો નહિ.' સુકેતુએ કહ્યું. ‘તું જાણે. હું સિદ્ધને મોકલી દઉં છું.’ ‘અને જેટલી રોમન પ્રજા તારા રાજ્યમાં વસે છે એ આખી પ્રજાને મારે હવાલે કરી દે.' સુકેતુએ કહ્યું. ‘મને હરકત નથી. પણ એમાં કેટલી મુશ્કેલી પડશે તે તું જાણે છે ? એમનો વ્યાપાર, એમની મિલકત, એમનાં ઘરબાર એ બધાનું શું કરીશ ? અને કેટલાક તો અહીં જ પરણી આર્ય બની ગયા છે તેમનું શું થશે ?’ ‘એ સઘળાને હું કાં તો વહાણ ભરી તેમને દેશ મોકલાવીશ અથવા દરિયામાં ડુબાવી દઈશ.' સુકેતુએ કહ્યું. ‘તું ધારે છે એટલું એ સહેલું નથી. રોમન મહારાજ્યના વિષ્ટિકારો દક્ષિણાપથના રાજવીઓએ સ્વીકાર્યા, મેં સ્વીકાર્યા અને પાંચાળના રાજ- વીઓએ સ્વીકાર્યા, તેમનું સૈન્ય ગાંધારના દ્વાર સુધી આવી પહોંચ્યું છે, અને...' ‘યુવનાશ્વ ! તું એમ કેમ વિચારતો નથી કે તારું સૈન્ય રોમને દરવાજે પહોંચે ?' સુબાહુએ કહ્યું. ‘હું ઘણીવાર વિચાર છું, પરંતુ તે શક્ય નથી લાગતું.’ ‘કારણ ?’ ‘સહુ કોઈ માને એવો નેતા, રાજા કે સેનાપતિ આપણામાં નથી.' યુવનાશ્વે કહ્યું.