પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૯૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પરાજિત યુવનાથ :૧૭૫
 


યુવનાશ્વ પાસ આકર્ષ્યા, એ વિષ્ટિકારોએ અપૂર્વ કેડઘાટવાળી છે થવન સુંદરીઓ યુવનાશ્વને ભેટમાં આપી. યુવનામે એ ભેટના બદલામાં સૌરાષ્ટ્ર અને લાટના કિનારાઓ રોમન વ્યાપારી વહાણોને ખુલ્લા કરી આપ્યા. એટલું જ નહિ, પારસીકો સામેના યુદ્ધ સમયે સૌરાષ્ટ્રમાંથી નૌકાસૈન્ય મોકલી યુવનાશ્વ રોમનોને સહાય આપવી એ પણ નક્કી થયું. તપતી અને નર્મદાતીરે રોમનોનાં કેટલાંક સંસ્થાનો પણ સરળતાથી સ્થપાયાં. તેમનું એક નાનકડું સૈન્ય પણ અવંતીપતિના મહાસૈન્ય સાથે જોડાયું અને બાલ્ટિકના" યવન ક્ષત્રોપોએ લાટ સમુદ્રને કિનારે પોતાની ધ્વજાઓ પણ ફરકાવવા માંડી. બ.