પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૯૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦
 


રસિકતાની ભુલભુલામણી
 


સમજદાર રાજનીતિજ્ઞોને લાગ્યું કે યવન અલકસુંદર’ જે ન કરી શક્યો તે રોમક મહારાજા જોતજોતામાં કરી લેશે. અલકસુંદરને એક એક ડગલું આગળ મૂકતાં જીવસટાના સંગ્રામો ભારતવર્ષનાં પ્રવેશદ્વારમાં જ ખેલવા પડ્યા. સિંધુથી તે આગળ ન વધી શક્યો. સિંધુને માર્ગે જ તેણે પાછાં પગલાં ભર્યાં. રોમન રાજવીને દક્ષિણના પાંચ અને આંધ્રભૃત્યો મધ્ય ભારતના માલવપતિ અને પાંચાલના શૌરસેનો મિત્ર ગણતા હતા. પારસીકોએ રોમનોનો ભૂમિમાર્ગ રોક્યો ન હોત તો તે ક્યારનાય આર્ય પ્રદેશમાં પહોંચી ગયા હોત. પરંતુ રોમન રાજવી એકલા ભૂમિમાર્ગને જ ઓળખતા હતા એમ નહિ, તેમણે સમુદ્રનું મહત્ત્વ ઓળખ્યું હતું. મિશ્ર અને હબ્સ દેશમાંથી આખો ભરતખંડનો કિનારો તેમને માટે ખુલ્લો હતો વ્યાપારીઓને તેમણે રોમમાં આકર્ષ્યા અને પોતાના સૈનિક વ્યાપારીઓને ભરતખંડનાં મુખ્ય મથકોમાં ફરતા કરી દીધા, સમુદ્ર માર્ગે ભરતખંડનો વિજય મેળવવાની યોજનાઓ રચાઈ અને પ્રાથમિક ઘટના ઘડાઈ ચૂકી. નૌકાસૈન્યને માર્ગદર્શન કરાવનાર નાવિક ટુકડીઓ લાટ સમુદ્રમાં લાગ જોતી ફરવા લાગી, અને એકાએક સુબાહુ અને સુકેતુ નામના બે જળચોર ઝબકી નીકળ્યા. એ બન્ને વીરોએ પ્રથમ નદીમુખ ઉપર આવતાં સઘળાં પશ્ચિમ કિનારાનાં બંદરોને પોતાનાં બનાવી દીધાં. નદીદ્વારા લંબાતા સઘળા જલમાર્ગો ઉપર તેમણે સ્વામિત્વ સ્થાપ્યું, અને લાટ સમુદ્ર તથા ભારત માસાગરમાં ફરતી સઘળી રોમન નાવને ડુબાવી કે નસાડી દીધી. પોતાની આજ્ઞા સિવાય કોઈ પણ માનવીનું નાવડું સમુદ્ર તરવા પ્રયત્ન કરે તે ડૂબ્યું જ જાણવાનું. વ્યાપારી વહાણો, યાત્રાળુ નૌકાઓ, શોખની સફર કરાવતા જહાજ કે લશ્કરી નૌકાઓ સાગરરાજને નામે પ્રસિદ્ધ થયેલા સુબાહુ અને સુકેતુની આજ્ઞા વગર આગળ વધી શકતાં જ ન હતાં એ સાગરરાજ વિષેનો ભય જોતજોતામાં ફેલાઈ ગયો. અને તેઓ રાક્ષસી અલેકઝંડર .