પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૯૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૮ : ક્ષિતિજ
 


એક ઓરડી સરખા ભાગમાં દભના આસન ઉપર એક કુમળાં કે બો તાડપત્ર ઉપર કાંઇ લખતો હતો. તેણે ઊંચે જોયું ને સેનાપતિયને નિહાળી તે ઊભો થયો. યુવકે સભ્યતાપૂર્વક નમસ્કાર કર્યા અને કહ્યું ઃ આસનો આપ 'પધારો, પધારો. સેનાપતિજી ! જયરાજ, એમને ત્રણે સેનાપતિ વિચારમાં પડ્યા. આ સુબાહુ તો ન જ હોય. કદાચ સુબાહુનો કોઇ લહિયો હોઇ શકે ? અતિ ક્રૂર અને હિંસક ગણાતા ભયંકર ચાંચિયાનો લહિયો પણ આટલો વિવેકી હોય ખરો ? આસનો આવતાં મુશ્કેલીએ સેનાપતિ બેઠા. પછી યુવકે બેસી કહ્યું : આપ મને ઓળખતા નહિ જ હો, પરંતુ હું આપને ઓળખું છું. આપના સૈન્યની રચના જોવા હું અને સુકેતુ આપના ત્રણે સૈન્યમાં રી આવ્યા છીએ. ‘પરંતુ આપ કોણ ?’ એક સેનાપતિએ સંશયની મૂંઝવણ ટાળવા પ્રશ્ન કર્યો. ‘હું ? હું... સુબાહુ.’ ‘તમે ?... સુબાહુ ?’ ત્રણે સેનાપતિ ચમકી ઊઠ્યા. ‘હા જી. આપના રાજ્ય પાસે મેં મૈત્રી માગી. એ મને ન મળી. મને બહુ દુઃખ થાય છે કે મારે મારા જ દેશબંધુઓ સામે યુદ્ધ કરવું પડ્યું.' સુબાહુએ કહ્યું. ‘અમારી ખાતરી થતી નથી કે આપ સુબાહુ હો.’ એક સેનાપતિએ કહ્યું. ‘કારણ ?’ સુબાહુએ હસીને પૂછ્યું. ‘એક તો તમે હથિયાર ધારણ કર્યા નથી.’ ‘હું બને ત્યાં સુધી નિઃશસ્ત્ર જ રહું છું.’ ‘પરંતુ શસ્ત્રની જરૂર પડે તો ?’ ‘જે વસ્તુ હાથમાં આવે એ શસ્ત્ર બની જાય.' ‘કશી વસ્તુ ન મળે ત્યારે !’ ‘હાથ તો ખરા ને ? મને જરા નવાઈ લાગે છે. હું નિઃશસ્ત્ર રહું છું એમ મારું આખું સૈન્ય જાણે છે.’ ‘અમે તો... આપને...’ એક સેનાપતિએ અધૂરું વાક્ય ઉચ્ચાર્યું. ‘જુદા ધાર્યા હતા.’ બીજા સેનાપતિએ વાક્ય પૂરું કર્યું. 'જુદા એટલે ? વધારે ક્રૂર, ભયાનક, રુધિરપ્રિય... નહિ ?’ એકાએક હોડી હાલી ગઈ, સહુએ હેલકારાની બાજુમાં જોયું. એક