પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૯૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રસિકતાની ભુલભુલામણી :૧૮૧
 


દેવત્વનો ભાવ ઉદ્ભવ પામ્યો. સ્વદેશી અને પરદેશી દૂશ્મનોમાં તેમને માટે ખૂબ ભય ઉત્પન્ન થયો. દુશ્મનોએ કપટ, મંત્રજંત્ર તેમના ઉપર મૂક્યા, અને તેમની સાધના વધારે આરોપી ક્રૂરતાનાં વર્ણનોમાંથી તેમની ભાનક કાલ્પનિક મૂર્તિઓ ઊભી કરવામાં આવી. રોમન નૌકાસૈન્ય થોડે આગળ વધેલું પાછું ચાલ્યું ગયું, અને આખો સમુદ્ર સુબાહુ-સુકેતુનાં વહાણો વ જાગૃત બની ગયો. યુવનાશ્વને આ પરાજયથી એક ભારે મુશ્કેલી નડી. રોમન વહા ગોમાં વ્યાપારની વસ્તુઓ સાથે આવતી વિવિધ દેશની સ્ત્રીઓની આયાત અટકી ગઈ. સંગીત શીખવા, નૃત્ય શીખવા, લશ્કરમાં રહેવા, દાસત્વ કરવા અને ખુલ્લે છોગે ગણિકાવૃત્તિ ચલાવવા માટે અનેક સ્ત્રીઓ પુરુષસહાયકો સાથે આવર્તમાં પ્રવેશ પામતી હતી તે કાર્ય અટકી પડ્યું, અને સુબાહુ તથા સુકેતુની કડક નજર કોઈથી ચૂકવી શકાતી નહિ. એ સ્ત્રીઓમાં બાહોશ રાજદ્વારી દૂતીઓનો પણ સમાવેશ થતો હતો. રાજાઓને અને રાજ્યકાર્યને વેચાયલી એ બુદ્ધિમાન સ્ત્રીઓના ઉદ્દેશ રાજકીય હોવા છતાં ઉદ્દેશની સફલતા સ્ત્રીત્વના સફલ ઉપયોગ ઉપર આધાર રાખતી હતી. રૂપ, શૃંગાર, વાક્પટુતા, સંગીત, નૃત્ય, હાવભાવ, ઝમક, દક્ષતાનું પ્રદર્શન, એ સર્વ યુગમાં સ્ત્રીની મોહજાળ બની રહે છે, અને સત્તાધીશ, ધનિક તથા યોગીને પણ ચળાવી શકે એવું સામર્થ્ય ધરાવે છે. અનેક રોમન દૂતિકાઓનો રાજકીય ઉપયોગ થયો હતો. રાજ્યને માટે શીલનો પણ પ્રસંગાનુસાર ભોગ આપતી એ ગુપ્તચર સ્ત્રીઓ રાજમહેલ, રાજપુરુષ, રાજસૈન્ય, માર્ગ, સાધન, લોકભાવ સમજી લેતી હતી અને તેનો ઉપયોગ રોમન રાવિસ્તાર માટે કરતી હતી. ક્ષમા નામની એક રોમન સુંદરીને આર્ય-નૃત્ય શીખવું હતું. તે એક નાનકડું રક્ષકસૈન્ય લઈ સમુદ્ર માર્ગે આવવાની હતી એ યોજના સુબાહુ અને સુકેતની જાણમાં હતી. એ જ સૈન્ય સુબાહુ-સુકેતુના નૌકાસૈન્ય સામે માલવપતિની સહાયે આવવાનું હતું તે પાછું ફર્યું. ડગલે પગલે દેહસુખ ખોળતો યુવનાશ્વનો દેહ સુખથી દૂર અને દૂર ઘસડાયે જતો હતો. એક પાસ ભોગેચ્છા ભૂખી અને ભૂખી રહેવા લાગી. બીજી પાસ તૃપ્તિ તેને અતૃપ્ત જ રાખી ઉપરથી ક્લેશ, અસહાય એકલતા અને ભયંકર અણગમો આપતી ચાલી. તેનો દેહ થાક્યો એટલે તેણે કલ્પનાને અને કૃત્રિમતાને સહાયમાં બોલાવ્યાં. તે મધપી હતો જ. મિત્રમંડળ ભેગું કરી વાસનામય વાતો, મશ્કરીઓ અને ઉટંગો દ્વારા તેણે તૃપ્તિ શોધવા માંડી. વાસનાને તીવ્ર બનાવે, ભોગેચ્છાને અમર્યાદ બનાવે લિ. ૧૨