પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૯૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૨ : ક્ષિતિજ
 


એવા રાસ, ફાગ અને ક્રીડાઓ રચી તેણે સુખ માણવા પ્રયત્ન કર્યો. એ અશાંતિ વધતી ચાલી, અને યુવનાશ્વનું પૌરુષ ઓસરતું ગયું. જેમ જમ તો તેને મળ્યું નહિ. ઊલટું વિપરીત વિલાસને પરિણામે રાજદરબારમાં તેનું પૌરુષ ઓસરતું ચાલ્યું તેમ તેમ તે પૌરુષને પકડી રાખવા મથન કર્યું જ ગયો. આસવ, અવલેહ, પાક, ભસ્મ, વગેરે વૈદ્યકીય અને સ્વાદમય પદાર્થો બનાવી સુખ ભોગવવાની શક્તિ વધારનાર વૈદ્ય અને અર્ધવૈદ્યોનો રોજગાર વધી પડ્યો. યુવનાશ્વને આ ભોગવિલાસની ગોઠવણીમાં સહાયભૂત થતું આખું પુરુષમંડળ કૃત્રિમ પૌરુષ મેળવવા રાજા સાથે મથન કરે એમાં કાંઈ નવાઈ નહિ. એક પાસ મોતી, પરવાળાં, માણેક, સુવર્ણ ચાંદી, લોહ, કસ્તૂરી એ સઘળા વટાવા લાગ્યાં અને બીજી પાસ પારદ ગંધક, વછનાગ, સોમલ વગેરે ઝેરનાં મિશ્રણો પણ થવા લાગ્યાં. પૌરુષ મેળવવાની ઘેલછામાં પડેલા યુવનાશ્વને એક રસાયણવિદ્યાનો પારંગત સિદ્ધ હાથ લાગ્યો. એ સિદ્ધને કશું જ અશક્ય ન હતું. વૃદ્ધને યુવાન બનાવે યુવાનને વૃદ્ધ બનાવે, ડાહ્યાને ઘેલા બનાવે, ઘેલાને ડાહ્યા બનાવે, સતીઓ પરપુરુષને વશ થાય, અને ચપલાઓ એકને જ જોતી થાય એવી કંઈ કંઈ દવાઓ અને સાધનાઓ એ સિદ્ધ પાસે હતી. માનવીના દેહમાં ઝેર ભરવું, હવામાં ઝેરી વાયુ ભેળવવા વગેરે ક્રિયાઓ પણ તેને સાધ્ય હતી. મારણ અને નિવારણ બંને કાર્યમાં એ સિદ્ધ પ્રવીણ હતો. સિદ્ધની વિદ્વતા પણ અપૂર્વ હતી. તે બૌદ્ધપંથી હતો, અને પોતાની આવડતનો ઉપયોગ બૌદ્ધપંથના વિસ્તાર માટે જ કરતો હતો. વર્ષોના તપ અને પ્રયોગશીલતા પછી પ્રાપ્ત થયેલી સિદ્ધિ વાપરવાની તેની એક જ શર્ત હતી : જેનો રોગ મટે અગર જેને ધાર્યું પરિણામ આવે તેણે બૌદ્ધપંથની દીક્ષા લેવી. વળી આ મહાશાની સિદ્ધ તારાસુંદરી દેવીનો ઉપાસક હતો. શક્તિ ઉપાસનાની ગૂઢ, ભયાનક અને બીભત્સ ક્રિયાઓ વડે તેણે પોતાની આસપાસ ભયંકરતાનું એવું વાતાવરણ ઊભું કર્યું હતું કે રાજાઓ પણ તે સિદ્ધના નામ માત્રથી થરથરતા રહેતા. એ સિદ્ધ યુવનાશ્વનો પૂજ્યમિત્ર બની ગયો. એ સિદ્ધ યુવનાશ્વને ભોગવિલાસની ઘસાઈ ગયેલી શક્તિ પાછી આપી, અને તેના દુશ્મનોનું કાસળ કાઢવા માટે વિષકન્યાઓ તૈયાર કરવા માંડી. વિષકન્યાઓ તૈયાર કરવા માટે તેને વિપુલ વનસ્પતિ, વિપુલ પાણી, વિવિધ ખનિજ, સાપ, વીંછી અને ઘોના ડંખ વાગેલા પથરા અને વૃક્ષ, એકાંત અને રક્ષિત સ્થળની જરૂર હતી. વનવાસી પ્રજાઓનું વનસ્પતિ-