પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૯૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રસિકતાની ભુલભુલામણી :૧૮૩
 


જ્ઞાન, વન, ડુંગરો અને એકાંતનો વિચાર કરી તેણે સુવર્ણગઢ નામનો એકલ પર્વતંદુર્ગ યુવનાશ્વ પાસે માગી લીધો. યુવનાશ્વ ને નાગપ્રજાને તે સંધિમાં કશો વિરોધ ન હતો - જોકે આર્ય કહેવડાવતા યુવનાશ્વ અને નાગપ્રજા વચ્ચે સતત સદ્ભાવ રહેલો હતો નહિ. માલવ પ્રદેશના અમરકંટકના પહાડોમાંથી વિંધ્યાચલમાં જવા-આવવાના માર્ગ નાગપ્રજા માટે ખુલ્લા મૂકવાની શર્તે નાગપ્રજાએ માત્ર પ્રયોગ અર્થે સિદ્ધને એ દુર્ગ આપ્યો. સિદ્ધ ત્યાં રહી યુવનાશ્વને ઉપયોગમાં આવે એવી અનેક માત્રાઓ તૈયાર કરવા માંડી, શક્તિમાર્ગની વાસના ઉત્તેજતી ક્રિયાઓ તરફ તેના વિપરીત બનતા જતા રસાભાસને વાળી વાસનાતૃપ્તિ ઉપર ધર્મનો ગંભીર લાગતો પડદો ઓઢાડ્યો, અને દુર્ગમાંથી જ જવરઅવરના ગુપ્ત ભૂગર્ભ માર્ગો ભઠ્ઠી કે પ્રયોગશાળાને અંગે રચવા માંડ્યા. માલવપતિનું મહારાજ્ય આયવિર્તનો મધ્ય ભાગ રોકી રહ્યું હતું. માલવપતિ બૌદ્ધ બને તો લગભગ આર્યાવર્ત બૌદ્ધ બની જાય. અશોકનું આર્યાવર્ત તેને પાછું સજીવન કરવું હતું. સુબાહુ અને સુકેતુ સામે મોકલેલું નૌકાસૈન્ય જરૂર તેમનો નાશ કરશે એમ નક્કી માની રહેલો મહારાજા યુવનાશ્વ એ કાર્યને સહજ પણ મહત્ત્વનું ગણતો ન હતો, એક સુંદર સંધ્યાકાળે યુવનાશ્વ પોતાની વિલાસવાટિકામાં બેઠો હતો. સિદ્ધ રસાયણ તેને દેખીતી તાઝગી આપી રહ્યું હતું. નૃત્યગીત ચાલુ જ હતું. ક્ષમા નામની એક અપૂર્વ રૂપસુંદરીને રોમન મહારાજા નૃત્યશિક્ષણ માટે મોકલતા હતા એવા સમાચાર તેને ક્યારના મળ્યા હતા. રોમન સ્ત્રીઓનાં લક્ષણો, રોમન સ્ત્રીઓને વશ કરવાના ઉપાયો, અને રોમન નગરમાં થતી ક્રીડાઓ વિષે અર્ધ બીભત્સ વાતો ચાલતી હતી. થોડા રસિક દરબારીઓ, અંતઃપુરનો મુખ્ય વ્યંડળ રક્ષક, અને નર્તકીઓનું ઝૂમખું યુવનાશ્વનું મન રંજન કરી રહ્યાં હતાં. રાત્રિક્રીડા માટે કુંજ કુંજમાં બિછાયતો ગોઠવાઈ ગઈ હતી. સ્નાનાગાર ઉપરથી સ્નાનનૃત્યનું સૂચન થયું. નર્તકીઓ સ્નાન અભિનય કરી યુવનાશ્વ અને સાથીદારોને હસાવતી હતી. કૂવા ઉપરનું સ્નાન વધારે રસપ્રેરક કે સરોવરમાંનું સ્નાન એ વિષે યુવનાશ્વે પ્રશ્ન કરતાં એક દરબારીએ કહ્યું : ‘એ તો અનુભવથી સમજાય. વાટિકામાં કૂપ પણ છે અને સરોવર પણ છે.’ ‘પણ અત્યારે તો સંધ્યાકાળ છે.' યુવનાશ્વે કહ્યું. ‘સંધ્યા પછી રાત્રિ ખીલશે જ ને ?' બીજા દરબારીએ સૂચન કર્યું. રાત્રિ અને વિલાસનો ગાઢ સંબંધ દર્શાવતી આ સૂચનાએ સહુને હસાવ્યા. ગાતી, નાચતી અને નાચવાની તૈયારી કરતી સર્વ નર્તકીઓએ શરમાળ