પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૦૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રસિકતાની ભુલભુલામણી :૧૮૫
 


‘શાથી હાર્યું ?' તેણે પૂછ્યું. ‘જળચોરનું બલ અને ચપળતા અસહ્ય નીવડ્યો.’ સેનાપતિએ કહ્યું ‘એ કહેવાને તું આવ્યો ?' ‘સુબાહુનો પત્ર આપને હાથોહાથ આપવાને.’ ‘સુબાહુનો પત્ર ? શા માટે ?’ ‘તે મૈત્રી માગે છે.’ કહી સેનાપતિએ પત્ર યુવનાશ્વને આપ્યો. ‘મહારાજ એ ચોરોને મૈત્રી આપે ?' એક વિલાસી વીરે દ્રાક્ષાસવનો પ્યાલો ખાલી કરતાં કહ્યું. ‘એવો પત્ર તો ઠોકરે ચઢશે.' એક યુવતીને ફૂલ મારતો બીજો વીર બોલ્યો. ખરેખર મહારાજા યુવનાશ્વે સુબાહુના પત્રને વગર વાંએ ઠોકર મારી દૂર ફેંક્યો. ‘સુબાહુના પત્રનું અપમાન ન કરવાની મારી વિનંતી છે.' સેનાપતિએ કહ્યું. ‘કારણ ?’ યુવનાશ્વે પૂછ્યું. ‘એણે ત્રણે મહારાજ્યોનાં સૈન્યનો પરાજય કર્યો છે.’ સેનાપતિએ કારણ આપ્યું. માલવપ્રદેશને જાણે સૈન્યની ખોટ પડશે !' ચાલતા નૃત્યને તાલ આપતાં ત્રીજા વીરે સેનાપતિની દલીલ તોડી. નર્તકી કલેજું ઉથલાવે એવા હાવભાવ કર્યે જતી હતી. યુવનાશ્વનું હૃદય તે તરફ દોડ્યું. પરાજયની વાતનું ગાંભીર્ય હળવું બની ગયું. એવા પરાજયનો કશો હિસાબ નથી એમ તેને નૃત્ય જોતાં લાગ્યું. પરાજય બદલી શકાય; નૃત્ય અને નૃત્યમાં દેખાતું નર્તકીનું દેહસૌંદર્ય અને ભાવસૌંદર્ય જોવાની ક્ષણ ગયેલી ફરી આવતી નથી. સેનાપતિ પ્રત્યે તેને કંટાળો આવ્યો. ‘આપણે એક શર્તે મૈત્રીનો વિચાર કરીએ.' એક સજ્જ થયેલી નર્તકીનાં આભૂષણ ઠીક કરવાને બહાને તેનો સ્પર્શ કરતો એક રસિક વીર બોલ્યો. મૈત્રી એ કયી શર્તે ?’ મહારાજાએ પૂછ્યું. ‘સુબાહુ છ યોજનગંધાઓની ભેટ મોકલે તો.’ રસિકે કહ્યું, દરિયાકાંઠાની કાળી પણ મજબૂત, ભરાવદાર, ચપળ, હસમુખી માછણોને કામશાસ્ત્રમાં મહત્ત્વ અપાયું છે એ વાત આ રસિક દરબારીના ધ્યાનમાં ખરે વખતે આવી. અર્ધ મશ્કરી અને અર્ધ ભોગેચ્છા વ્યકત કરતી આ યોજના સહુને ગમી. સહુએ હસી તેને સંમતિ આપી. યોજનગંધાઓની