પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૦૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રસિકતાની ભુલભુલામણી :૧૮૭
 


આખો ઓરડો સુખડની વારસથી ભરાઈ ગયો. છતાં સુખડ પૂરતું સારું ન હતું કે શું ? યુવનાશ્વ વિચાર કરતો સુખાસન ઉપર એકલો બેઠો હતો. યોજનગંધાઓમાંની એક શ્રેષ્ઠ સુંદરી તેને પસંદ કરવી હતી. સુંદરીની કલ્પના કરતા યુવનાશ્વની પાસે એકાએક સેવકોએ આવી સુવર્ણથાળો મૂકવા માંડ્યા. ‘આ શું છે ?’ મહારાજાએ પૂછ્યું. ઓછાડ ખસેડી નાખતા નોકરોને જવાબ આપવાની જરૂર ન હતી. સુવર્ણથાળ મારેલી માછલીઓથી ભરેલા હતા. મહારાજાને દૃશ્ય સાચું ન લાગ્યું. તેમણે આંખ ઉપર હાથ ફેરવ્યો. ફરી એનું એ જ દૃશ્ય દેખાયું. થાળ ઉપર થાળ નીચેથી આવ્યે જતા હતા. આ શું લાવો છો બધું ?’ મહારાજ ગર્જી ઊઠ્યા. નોકરો અટકી ગયા. સ્ત્રીરક્ષકો મહારાજની બૂમ સાંભળતા બરોબર પાસે આવી ઊભી રહી. નવી સુંદરીઓ જોવાના કુતૂલહમાં આસપાસ અદૃશ્ય રહી નીરખવા મથતી મહારાજાની કેટલીક પ્રિયતમાઓ પણ ત્યાં આવી ઊભી રહી. માછલીઓનો ઢગ થતો હતો ! કર્યો. ‘આ કોણ લાવ્યું ?’ મહારાજાએ પૂછ્યું. નેતૃત્વ ભોગવતા એક સેવકને સૈનિકોએ હાજર કર્યો. ‘આ તું લાવ્યો ?’ મહારાજે પૂછ્યું : ‘જી.’ ‘શા માટે ?’ મહારાજની આજ્ઞા હતી.' મારી આશા હતી ? મરેલી માછલીઓ લાવવાની ?’ ‘અને તે પાછી પાલખીઓમાં ભરીને !' એક માનીતી લલનાએ કટાક્ષ હોડીઓમાં... ની... ભેટ.’ નોકરનો અવાજ લથડ્યો. ‘તેં ના ન પાડી ? મૂર્ખ !' મહારાજાના ક્રોધમાં મૃત્યુનો ભણકાર નોકરે સાંભળ્યો. ‘ના... પાડી...પરંતુ માગેલી ભેટ...ન લવાય તોય...' નોકરથી વધારે બોલાયું નહિ. ‘એ વિષ્ટિકારો ક્યાં ગયા ? બોલાવો તેમને !' મહારાજાએ હુકમ કર્યો. પરંતુ વિષ્ટિકારો યોજનગંધાઓને પાલખીઓમાં ભરાવી ક્યારના