પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૦૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૮ : ક્ષિતિજ
 


અદૃશ્ય થઈ ગયા હતા. હોડીઓ અત્યંત ઝડપથી પાછી વળી હતી. મહારાજા થોડી ક્ષણો સુધી અવાચક બની ગયા. તેમની સામે મરેલી માછલીઓનાં ચમકતાં નેત્ર જીવતી વાતો કરી રહેલાં હતાં. પ્રત્યેક મૃત માછલીનું મુખ હસતા માનવી સરખું લાગ્યું. માછલીઓ કાંઈ કહેતી હતી અંતઃપુરમાં પુરાયલી અસંખ્ય સુંદરીઓનાં મુખ અને ચપલ આંખોની પાછળ તેમનો આત્મા મૃત બની ગયો જ હોય. આ મૃત માછલીઓ, આ જુગુપ્સા ઉપજાતી દુર્વાસપ્રેક મત્સ્યગંધાઓ કોઈ રાજવીના રાજ મહેલમાં આંખો ચમકાવતી રાણીઓ, રખાતો, ખવાસણો અને દાસીઓના પ્રતીકરૂપ તો ન હતી ? યુવનાશ્વને એ સરખામણી ભાગ્યે જ સ્ફુરી હોય ! ફાટી આંખે થોડી વાર માછલીઓ તરફ જોઈ રહેલા યુવનાશ્વે આંખો ઉપર હાથ ઢાંકી હુકમ કર્યો : ‘લેઈ જાઓ.’ એક ક્ષણમાં બધા થાળ ઊંચકાઈ અદૃશ્ય થયા. બીજી ક્ષણે યુવનાશ્વે આંખો ઉઘાડી. તેની આસપાસ મીનાક્ષીઓનું ટોળું હતું, મૃત મીનસમૂહ જતાં જીવંત મીન અંગ યુવનાશ્વને ગમ્યું. લાંબી ચપલ આંખોવાળી હસતી બે સુંદરીઓની કમરે હાથ ભરવી યુવનાશ્વ એકાંત ઓરડામાં ચાલ્યો ગયો. વિષ્ટિકારે આપેલો પત્ર યુવનાશ્વના આસન ઉપર કેટલાક સમય સુધી અણવાંચ્યો પડી રહ્યો.