પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૦૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૦ : ક્ષિતિજ
 


અટકાવ્યું. એ સહુ જોઈ શક્યા. સુકેતુએ તેને સૂચના પણ કરી 'હસવું આવે તો હસી નાખ. તારે લીધે આ જયરાજ પણ હસી શકતી નથી.’ પણ આવી ક્રૂર મશ્કરીનું કારણ ?' સુબાહુએ ગાંભીય ફેલાવી પૂછ્યું. ક્રૂર ? સ્ત્રીઓની ભેટ માગનાર રાજા માટે આથી વધારે ક્રૂર મશ્કરી મને જડી નહિ. પરાજય પામી સ્ત્રીઓની ભેટ માગનાર એ નફ્ફટ રાજાનો મુકુટ એક દિવસ હું ઉપાડી ફેંકી દઈશ.' સુકેતુના હાસ્યમાંથી રોષનું પ્રાગટ્ય થયું. ‘તારી મશ્કરીનું પરિણામ વિચાર્યું ?' સુબાહુએ પૂછ્યું. પરિણામ ? સ્ત્રીઓ અને નપુંસકોથી વીંટળાયલા યુવનાશ્વની મશ્કરીનું પરિણામ વળી શું ?’ ‘એની પણ સહાનુભૂતિ જરૂ૨ની છે. મધ્યપ્રદેશ મિત્ર ન બને તો આ સામેના પશ્ચિમ ક્ષિતિજમાંથી કૈક દુશ્મનો આર્યાવર્ત ઉપર તૂટી પડશે.' ‘આપણે ઊભા છીએ ને ?' ‘આપણે ચિરંજીવી નથી.’ ‘તો મારી સૂચના માની લો. સમુદ્ર એકલો રહી શકે નહિ. એને ભૂમિ વચ્ચે વચ્ચે ટેકો આપે એ જરૂરનું છે. અને આપણી દૃષ્ટિ તો ભારતભૂમિ ઉપર જ છે ને ?’ ‘એટલે ? આપણે પણ આપણી ભૂમિભાગ ખેંચી લઈએ, નહિ ?’ ‘બીજો માર્ગ બતાવો.’ સમગ્ર આર્યાવર્ત એક જ જનપદની સેવા પામે તો ?’ ‘તો જ ભારતવર્ષ જગતવર્ષ બને અને તેમ થાય તે પહેલાં નિરર્થક રાજ્યો લેઈ પડેલા રાજાઓને પદભ્રષ્ટ કરવા જ પડશે. રાજાઓ એક જનપદ થવા નહિ દે.’ ‘રાજાઓને કોણ પદભ્રષ્ટ કરશે ?’ ‘આપણે. તું ધારીશ તો એક વર્ષમાં સમગ્ર આર્યાવર્તને આપણે રાજવીરહિત બનાવી શકીશું.' પરશુરામે નક્ષત્રી પૃથ્વી કરી તોય પાછી પૃથ્વી ક્ષત્રીઓથી તો ઉભરાઈ જ ગઈ.' ‘આપણે ક્ષત્રિયોને રાજા થતા રોકીએ.' ક્ષત્રિયોને જ નહિ, કોઈને પણ રાજા બનવાનો હક્ક નથી.