પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૦૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પશ્ચાદ્ દૃષ્ટિ :૧૯૧
 


નાગજનપદની વ્યવસ્થા મને ઘણી ગમી.' ‘એટલે ?’ ‘પ્રજા એ જ રાજા પ્રજા કહે તે સંઘપતિ. પ્રજાને સંઘપતિ ન જ્યે તો એને બદલી બીજો કરે.' ‘આપણા પ્રજાપતિઓ પણ એમ જ પસંદ થતા; નહિ ?' “પ્રજાતત્ત્વ બદલાયું અને આર્યાવર્ત છિન્નભિન્ન બની ગયું. ‘આપણે તે પાછું એક કરીએ જ છીએ. રાજાઓ જાય તો હું તને પ્રજાપતિ બનવાનું કહ્યું. પણ તારું અસ્થિર માનસ...' સુબાહુ સુકેતુની આ ટીકા સાંભળી હસ્યો અને બોલ્યો : ‘મારું માનસ અસ્થિર નથી. હું કોઈ સ્થિર યોજના શોધું છું. આર્યો એક નથી : આર્યો અને નાગ એક નથી : આર્યો અને અસુરો એક નથી. ત્રણે આવિર્તના પુત્રો. સર્વનું ગોત્ર કાશ્યપ - ભલે ત્રણેની માતા જુદી હોય. કાશ્યપના પુત્રો કેમ એક ન બને ? કયી રીતે એમને એક બનાવાય ?' ‘હું તે જ કહું છું ને ? આર્યાવર્ત જીતી લે. આર્યાવર્તનો ચક્રવર્તી થા. આર્યાવર્તનો જે ચક્રવર્તી તે જગતનો ચક્રવર્તી બનશે.’ ‘પણ... મારી પાછળ ચક્રવર્તીત્વનું શું થશે ? મારી સાથે જ તે દટાશે. નહિ ? રઘુ, રામ, યુધિષ્ઠિર, અશોક, વિક્રમ એ ચક્રવર્તીઓનાં ચક્ર ક્યાં સુધી વર્ત્યા ?” ‘તું વાતને ગૂંચવ નહિ, એનો એક માર્ગ તો મેં તને કહ્યો. ચક્રવર્તી પ્રજા બને; રાજા નહિ.’ ‘પ્રજા ક્યારે ચક્રવર્તી બને ?’ ‘પ્રજાનો નેતા સામર્થ્યસંપન્ન હોય ત્યારે.' ‘નહિ. પ્રજાનો એકેએક છૂટો અણુ ચક્રવર્તીપદને યોગ્ય બને ત્યારે. વ્યષ્ટિ ઉન્નત તો જ સમષ્ટિ ચક્રવર્તી.' ‘એ અણુઅણુને ઉન્નત કરવા હોય તો લેઈ લે સત્તા હાથમાં વાર નહિ લાગે.’ ‘મને સત્તાનો બહુ ભય રહે છે.’ ‘તો પછી એકતા કેમ લાવીશ ? ભારતવર્ષને જગતમુકુટ કેમ બના- વીશ ? ક્ષિતિજ અને ક્ષિતિજનીયે પાર તેનો ધ્વજ કેવી રીતે ફરકાવીશ ?’ સુકેતુના મુખ ઉપર જુસ્સો તરવરી રહ્યો. સુબાહુના મુખ ઉપર ગ્લાનિનો ભાસ થયો. જયરાજ અને તેના સાથીઓ આ વાર્તાલાપ સાંભળી રહ્યા હતા. તેમને લાગ્યું કે આજે કોઈ અવનવી યોજના ઘડાય છે. જ્યારે