પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૦૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પશ્ચાદ્ દૃષ્ટિ :૧૯૩
 

‘મને મરણનો ભય નથી એની તને ખાતરી થઇ છે, ખરું ?' ધબાદ ‘ઘણી વખત ખાતરી થઈ. પરંતુ એક પાર શસ્ત્રવિહીનતા અને બીજી પાસ મરણના ભયનો અભાવ. એ બે મળે ત્યાં મરણ ચોખ્ખું સમજ વાનું.' ‘હજી સુધી તો હું જીવતો છું. મરણનો ભય નથી એટલે શસ્ત્રવિહીન શૌર્યનો હું અનુભવ લઉ છું. અને ભૂમિવિજય હું કેમ જતા કરું છું તે તને કહું? ભૂમિના ટુકડા પાડનાર આપણે ન બનીએ માટે ભારતભૂમિને કાપીકાપી તેનાં મૃત ચોસલા ન બનાવીએ માટે. વળી તેં શત્રુઓની વાત કરી ખરું ? શત્રુને નિર્મૂળ કરવા સારા કે શત્રુત્વને નિર્મૂળ કરવું સારું ?' એક મોટું સમુદ્ર-બગલું સમુદ્રના કિનારા ઉપર આવી બેઠું. ધ્યાનસ્થ બગલાએ થોડી ક્ષણ સમાધિ લીધી, અને એકાએક જળમાં ચાંચ ઝબકોળી કોઈ નાનકડા જળચરને ઉપાડી હલાવી તેને મળી ગયું. ‘જો પેલું બગલું ! એની પાસેથી કાંઈ શીખ.' હસીને સુકેતુ બોલ્યો. ‘માનવી જાનવર પાસે શીખે ? એના કરતાં તું જ બગલાને કહે કે જો આ સુબાહુને કાપી નાખવાનું મન થાય છે તોય હું સુકેતુ એને કાપતો નથી. એટલું જ નહિ, પણ તેને માટે જીવ આપવા તૈયાર રહું છું.’ ‘સુબાહુ, સુબાહુ !’ સુકેતુથી સુબાહુની સૂચના સહન ન થઈ. સુકેતુના હૃદયમાં સુબાહુ માટેનો અપ્રતિમ બંધુભાવ ઉછાળે ચઢ્યો. તે સુબાહુને હથિયારસહભેટી પડ્યો, તેની આંખમાં માર્દવનું એક ટીપું ઊભરાઈ આવ્યું. સુબાહુએ સુકેતુને એટલા જ બળથી હૃદય સાથે ચાંપ્યો. ‘સુકેતુ ! તું જ મને નિઃશસ્ત્રતામાં ખેંચે છે.' સુબાહુએ કહ્યું. ‘હું ? કેવી રીતે ?’ ‘શસ્ત્ર કરતાં પણ કોઈ વધારે સમર્થ ભાવ છે કે જે સર્વદા વિજય અપાવે છે. એ હું તારી પાસેથી પળે પળે શીખી રહ્યો છું. ભારતવિજયમાં - જગતવિજયમાં એ ભાવનો હું કે તું ઉપયોગ ન કરી શકીએ ?' સુકેતુ અને સુબાહુ છૂટા પડી ગયા. સુકેતુએ અશ્રુબિંદુ આંખમાં ને આંખમાં જ સુકાવા દીધું. ક્ષણભર બીજી માછલી ગળી જતાં બગલા તરફ જોઈ સુકેતુ બોલ્યો : ‘એ ભાવ એક રીતે પ્રગટ થાય. આખું જગત સુબાહુ અને સુકેતુ બની જાય ત્યારે. ‘એ અશક્ય છે ? ઉપનિષદનો સર્વાત્મભાવ, બુદ્ધ, રુષભની