પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૧૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૪ : ક્ષિતિજ
 


અહિંસા, નાગપ્રજાનું શાસન આખા જગતને ભાઇ ભાઇનો મેળો બનાવે ?' પેલા જગતભૂખ્યા રોમનોને ભાઈઓ નહિ પણ ગુલામો, દસ્તુઓ જોઈએ છે તેનું શું કરીશ ?’ ‘આર્યાવર્ત એક બને તો આપણે રોમનોનાં પણ શસ્ત્ર નીચે મુકાવીએ.' ‘સુબાહુ ! આજે બે સમાચાર આવ્યા છે. એ સાંભળીશ ત્યારે તને ખાતરી થશે કે બળ વગર આર્યાવર્ત એક થાય એમ નથી.' ‘એક સમાચાર તો મેં સાંભળ્યા. પાંચાલે રોમનોને પા૨સીકો વિરુદ્ધ સહાય આપવાના કરાર કરી આપ્યા. ગાંધાર લગભગ તૈયાર છે.' ‘એટલે આર્યાવર્તનાં ભૂમિદ્રાર સહુને માટે ખુલ્લાં થયાં !! ‘અને જે રોમન નૌકાસૈન્ય આપણા વિજય પછી પાછું ગયું માનીએ છીએ તે હજી સુકૃત દ્વીપની આસપાસ છુપાઈ રહ્યું છે.’ ‘જલમાર્ગ આપણે સાચવી શકીશું. ભૂમિમાર્ગ માટે શું કરવું ?' ‘જો, ઉલૂપીએ સંઘિ કરી એટલે વિદિશાની નાગપ્રજા પણ આપણી મિત્ર બની ગઈ છે. મને લાગે છે કે સિંધુમુખથી આપણે પાંચાલમાં પ્રવેશીએ. વિદિશાની સહાય હશે તો પાંચાલનો વિજય મુશ્કેલ નથી. માનાગ ભૂતનંદી આખું રણ અને અરાવલીનો પ્રદેશ આપણે માટે ખુલ્લો મૂકે છે.’ ‘હું.’ ‘તું કહે તો હું જાઉં.’ ‘તને એકલો નહિ મૂકું.’ ‘તો જયરાજ જશે.’ ‘સુકૃતુમાં સંતાયલા રોમન નૌકાસૈન્ય સામે જયરાજની જરૂર છે.’ ‘તો દ્વારામતિથી યોગરાજ સિંધુ નદી સર કરે.’ ‘મારો પણ એ જ વિચાર છે. યોગરાજ સિંધુ માર્ગે પાંચાલ જાય, હું અને તું તપતી અને રેવા માર્ગે મધ્ય દેશમાં પહોંચીએ, અને રોમન સૈન્ય ભાગે એટલે જયરાજને દક્ષિણ દરિયે મોકલીએ.’ ‘પરંતુ જીત પછી પ્રદેશ કોનો ? તું તો ભૂમિનો એક ટુકડો પણ લેવા દેતો નથી.' ૧. હાલનું સોકોટ્રા