પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૧૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પશ્ચાદ્ દૃષ્ટિ :૧૯૫
 


‘એ જીત પછી નક્કી કરીએ.’ ‘જો એક જનપદ ન સ્થપાય તો રાજવીઓને મુકુટહીન બનાવવા પડશે.’ સુકેતુએ કહ્યું. ‘રોમન સૈન્યની બાતમી કોણ લાવ્યું ?' ‘સ્તુના આપણા સંસ્થાનિકે જ ખબર મોકલી.’ ‘મને લાગતું હતું કે રોમનો એમ ઝડપથી પાછા નહિ જાય.' ‘અને એના સેનાપતિ તરીકે સ્ત્રી આવે છે.' ‘સ્ત્રી ? મને સ્ત્રીઓનો બહુ ડર રહે છે.' સુબાહુએ કહ્યું. ‘ઉલૂપી તો તારી મિત્ર બની ગઈ છે.' સુકેતુએ હસીને કહ્યું. ‘સ્ત્રીમિત્ર ક્યાં ક્યાં ઘસડી જાય તે કોણ જાણે ?' સુબાહુએ પણ હસીને કહ્યું. ‘આ તો સ્ત્રી-શત્રુ છે ! નામ જાણે છે ? ક્ષમા. ‘ક્ષમા ?’ સુબાહુને જાણે કોઈ વ્યક્તિ યાદ આવતી હોય એમ લાગ્યું. ‘ા. રોમ નગર યાદ છે ? આપણે એક યુવતીને મોતી વેચ્યાં હતાં તે સાંભરે છે ?’ ‘હું... અને પછી આપણને એક નૃત્યગૃહમાં લઈ ગઈ હતી તે. ક્ષમાને ઓળખી.’ 'આપણી પાસે સમુદ્ર ઓળંગવાની પરવાનગી પણ તેણે માગી છે. આ રહ્યો પત્ર.’ ‘એટલે ચૂકવીને, નહિ તો લડીને આપણો કિનારો એને કબજે કરવો છે, ખરું ને ? પરવાનગીની ના કહી દો.' પરવાનગી મળશે જ એ વિશ્વાસથી તે આગળ વધી રહી છે.' ‘ભલે.’ અને એક વધારાની બાતમી હું આપું.' જયરાજે કહ્યું. ‘આટલી ઓછી છે ? કહે, કહે.' સુબાહુ બોલ્યો. ‘યુવનાશ્વ તારા ઉપર કાંઈ વિષપ્રયોગ કરવા માગે છે.’ ‘કેમ ?’ ‘મરેલી માછલીઓની ભેટનો બદલો વાળવા.’ ‘પણ એ તો સુકેતુએ મોકલી.' ‘તું અને સુકેતુ તેને મન જુદા નથી. યદ્વીપના વ્યાપારીઓ તો મને ૧ જાવા