પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૧૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૬ : ક્ષિતિજ
 


કહેતા હતા કે સુબાહુ અને સુકેતુ એક જ વ્યક્તિનાં બે નામ છે એમ પૂર્વમાં મનાય છે.' ‘એ ઠીક. અમે જીવતા જાગતા માનવીઓ દંતકથા બનતા જઈએ છીએ.' સુકેતુએ કહ્યું. માટે જ તમારા ઉપર વિપ્રયોગ થાય છે.' જયરાજે કહ્યું. ‘કયી રીતે વિષ આપશે ?' સુકેતુએ કહ્યું. ‘મહાચીનની ઢબે !' આ... હું તે શોધમાં જ છું. નાગજનપદે સુવર્ણગઢ યુવનાશ્વને ત્રણ વર્ષ માટે આપ્યો છે એટલી ખબર પડી છે.' જયરાજે કહ્યું. ‘ઉલૂપીને પુછાવવું છે ?’ સુકેતુએ પૂછ્યું. ‘ઉલૂપી અને ઉત્તુંગ લડ્યા જ કરે છે ! એકને આર્ય બનવું છે, એકને નાગ રહેવું છે.' સુબાહુ બોલ્યો. ‘નાગ જનતા આર્ય છે એવું આપણે તો સ્વીકારી લીધું છે.' સુકેતુએ કહ્યું. ‘પરંતુ આર્યાવર્ત સ્વીકારે ત્યારે ને ?’ સુબાહુએ પ્રશ્ન કર્યો. ‘આર્યાવર્ત એક બનાવવું એ આપણો ઉદ્દેશ છે.' સુકેતુએ કહ્યું. ‘હું.’ કૈંક નિરાશાસૂચક ઉદ્ગાર સુબાહુએ ઉચ્ચાર્યો. ‘હમણાં તો રોમન સૈન્યની રાહ જોવાની છે.' જયરાજે કહ્યું. ‘અહીં સુધી આવવા દેવું છે ?’ સુકેતુએ પૂછ્યું. ‘હરકત નથી.' સુબાહુએ કહ્યું. ‘એટલે તારી રીત પ્રમાણે બધાંને પકડી પછી છોડી દેવાં, ખરું ?' ‘આખી માનવજાતને કંઈ કેદમાં પુરાય એમ છે ?' રોમનો એ જ કરવા માગે છે.’ ‘એ યોજના અધવચ ભાંગી પડશે. મને લાગે છે કે માનવી કેદી બનવા માટે જન્મતો નથી.' સુબાહુ બોલ્યો. ‘હું અને તું તો નહિ જ.’ ‘સુકેતુ ! હું અને તું માનવી તો ખરા કે નહિ ?’ ‘એ પ્રશ્ન કેમ થાય છે ?’ ‘એક માનવી જ્યાં સુધી બંધનમાં હોય ત્યાં સુધી માનવજાત બંધનમાં છે એમ નથી લાગતું ?’ ‘કેવી રીતે ?’