પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૧૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પશ્ચાદ્ દૃષ્ટિ :૧૯૭
 


પ્લક્ષ ૧દ્વીપમાંથી પકડાયેલા માનવીઓને રોમનો ગુલામ બનાવે છે. જંબુદ્વીપના માનવીને પકડે તો તેનેય ગુલામ બનાવવામાં શી વાર લાગે?’ ‘નથી જ લાગતી.’ ‘એ જ હું કહું છું. આજે જંબુદ્વીપના એક ખલાસીને પકડી એ ગુલામ બનાવે. કાલે મને કે તને પકડે તો ?’ ‘હું કે તું પકડાઈએ જ નહિ. કાં તો પકડનાર મૃત્યુ પામે કે કાં તો આપણે મૃત્યુ પામીએ.’ ‘એટલું જીવવું હોય તો તો ગુલામી સ્વીકારવી જોઈએ ને ?' ‘એવું જીવન જીવવું શા માટે ?’ ‘જીવન જીવવા માટે મળ્યું છે. એ જીવવા માગે છે. ગુલામીમાં જીવીને પણ એ જીવન વિજેતાનું વેર લીધા વગર નહિ રહે. જય પરાજયની ઘટમાળ જગતમાંથી અદૃશ્ય નહિ થાય ત્યાં સુધી આખી માનવજાત બંધનમાં છે. હું અને તું પણ ?’ ‘એનો ઇલાજ ?’ ‘નાગજનતાની રીત મને ઘણી ગમી.’ ‘કી ?’ ‘જે સ્ત્રીપુરુષ જીવતાં પકડાય તે નાગ બની જાય. તે પરણી પ્રજા ઉત્પન્ન કરે અને નાગ જનતામાં સમાઈ જાય.' સુબાહુએ કહ્યું. ‘હું તો એ યોજના સદાય પસંદ કરતો આવ્યો છું. તારો વાંધો ન હોત તો આપણે જગતના એકેએક દેશની રાજકુમારીઓ પરણી ગયા હોત....' સુકેતુ હસતાં હસતાં બોલ્યો. સુબાહુ ન હસ્યો. તેની મુખમુદ્રા ગંભીર બની ગઈ. સ્ત્રીઓની મશ્કરી તે કદી સાંભળતો નહિ. જાતીય ઘટનાને હસતા ઉલ્લેખ તરફ તે અપ્રસન્નતા દર્શાવતો સુકેતુ આગળ બોલતો અટકી ગયો. સમુદ્રનો ઘુઘવાટ સહજ વધ્યો. સમુદ્રના હાસ્યમાં નવો ઘોર સંભળાયો. તેના ચકચકાટમાં સુદર્શન ચક્રો ઊછળતાં દેખાવા લાગ્યાં. સહુ શાન્ત બેઠા. સુબાહુને લાગ્યું કે તેણે પોતે જ વાતાવરણને ગંભીર બનાવી દીધું હતું. તે ઊભો થયો અને સહુને મૂકી એકલો તડકામાં રેતી ઉપર ફરવા લાગ્યો. કદી કદી પાણીની છોળો તેના પગને અડકતી હતી. કેટલી વાર સુધી તે ફર્યો તેનો ખ્યાલ એને રહ્યો નહિ. સખત તડકો તેને અસર કરતો ૧ આફ્રિકા ક્ષિ. ૧૩