પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૧૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૮ : ક્ષિતિજ
 


ન હતો. સુકેતુ તેની પાસે આવ્યો તોય તે વિચારમાંથી જાગ્રત થયો નહિ. ‘સુબાહ !’ સુકેતુએ સુબાહુના ખભા ઉપર હાય મૂક્યો અને બાહ જાગ્યો. ‘કેમ ?’ ‘ક્યારનો શા વિચાર કરે છે ? તારા કહેવા મુજબ બધી યોજના ગોઠવાઈ છે. ઇશારતથી યવદ્વીપ સુધીનો કિનારો આપણો બની જાય એમ છે. બની જ ગયો છે એમ માની લે. લક્ષદ્વીપ, માલદ્વીપ અને સિંહલ તો આપણાં જ છે...' ‘હું ક્ષિતિજનો વિચાર કરતો હતો. ક્ષિતિજ એટલે જગતની મર્યાદા કે આપણી દૃષ્ટિની મર્યાદા ?' ‘મને પણ એ જ વિચાર આવ્યા કરે છે. પરંતુ હું આજનું ક્ષિતિજ માપી લઉ છું અને તે હાથ આવે એટલે આગળ વધું છું.’ ‘કેવી રીતે ?’ ‘ગઈ કાલનું ક્ષિતિજ સમુદ્રથી બહાર ન હતું. આજે એની પાર આપણે જઈ શક્યા. જંબુદ્વીપ અને પ્લદ્વીપના ઓવારા વચ્ચે આપણું ક્ષિતિજ વિસ્તાર પામ્યું.’ ‘હવે ?’ ‘હવે મારી દૃષ્ટિ એક પાસ હિમાલયની પાર ક્ષિતિજ જુએ છે.' ‘સમુદ્રમાંથી ધરતીમાં, નહિ ?' અવશ્ય. અને એ ક્ષિતિજ હાથ કર્યા પછી આગળ.’ ‘સુકેતુ ! ક્ષિતિજ એકલું દૃષ્ટિમાં જ હોય કે મનમાં પણ ખરું ?’ ‘એમ કેમ પૂછે છે ? દેખાય તે મનમાં પણ ઊતરે.' ‘મારું મન એક સ્થાને અટકી જાય છે.’ ‘ક્યાં આગળ ?’ ‘માનવજાતના ભાવિ આગળ. એ મારી - મારા ક્ષિતિજની મર્યાદા મને મૂંઝવે છે.’ ‘હરકત નહિ. દેખાય છે તેટલું લેઈ લે.’ ‘કોને માટે ?’ ‘માનવજાતના ભાવિ માટે... મારે અને તારે માટે નહિ તો.’ ઠીક, હું બહુ વિચાર નહિ કરું, સાગ૨૨ાજની જય બોલાવ.' સુકેતુએ સાગ૨૨ાજની જય પુકારી. આખા કિનારા ઉપર એ ધ્વનિ