પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૧૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પશ્ચાદ્ દૃષ્ટિ :૧૯૯
 


ગાજી રહ્યો. માણસો દેખાતા ન હતા. છતાં ગાઉના ગાઉ સુધી જળોષણા ગાજી રહી. સુબાહુએ કહ્યું : ‘સુકેતુ ! આજે સાંજે કાવેરી મુખે થોડાં વહાણ મોકલાવજે. ‘કેમ ?’ ‘માલવપતિ એ બાજુએથી થોડી સહાય મોકલી રહ્યો છે. ‘કોને માટે ?' ‘ક્ષમાના કાફલા માટે.’ ‘મૂર્ખ ! આટલાં તો વહાણ ગુમાવ્યાં ! એને કોણ કહે કે એનું આખું રાજ્ય મેં સાણસામાં જકડ્યું છે ?' ‘બધા જ કહે છે, પરંતુ એને માનવું નથી.' કિનારો જાગતો તો હતો જ, પરંતુ આવતાં રોમન વહાણોની પ્રતીક્ષા અર્થે કિનારામાં વધારે જાગૃતિ આવી. તે સાંજે વધારાનાં વહાણો કાવેરી જવા ઊપડ્યાં. ખબર કહેવા આવતા સુકેતુએ જોયું કે સુબાહુ એકલો રેતીમાં બેઠો બેઠો કાંઈ કરતો હતો. પાસે જઈ સુકેતુએ પૂછ્યું : ‘શું કરે છે ?’ સુબાહુ રેતી ખોદી દેવાલય સરખી રચના કરતો હતો. ‘દેરું બનાવું છું.’ સુબાહુએ કહ્યું. ‘દેરું ? નાનપણ યાદ આવ્યું શું ?' હસીને સુકેતુએ કહ્યું. ‘નાનપણની યાદ મટતી જ નથી. સુકેતુ ! આપણી બધી રચના આ રેતીના દેવાલય કરતાં વધારે સ્થિર કહેવાય ખરી ?’ ‘તું પ્રશ્નો ઊભા કર્યે જા મને તારા સરખી મૂંઝવણ થતી નથી.’ સુકેતુએ કહ્યું. ત્યારથી દ૨૨ોજ સુબાહુ અને સુકેતુ એક હોડકામાં બેસી સંધ્યાકાળે દરિયામાં ઊછળી આવતા. ક્ષમાના કાફલા માટે સાગરિકનારો સજ્જ હતો. ધાર્યા કરતાં ક્ષમાનું વહાણ વહેલું આવ્યું. એથી કાંઈ આ સમુદ્ર- વીરોની યોજનામાં કશો ફેરફાર થયો નહિ. માત્ર ક્ષમાના વહાણને પકડ્યા પછી તેને છોડી દેવું પડ્યું એમાં સહજ યોજનાભંગ થઈ ગયો. અલબત્ત, નદીકિનારા બધી રીતે સજ્જ હતા. ઉલૂપી પણ પોતાના સૈન્ય તૈયાર રાખી વનમાં ફરતી તાપીની નજીક આવતી હતી - કે જેથી જરૂ૨ પડ્યે સુબાહુને સંધિ અનુસાર સહાય આપી શકાય. યુદ્ધના કહેણને બદલે ક્ષમા આવી. તેનો દેખાવ તેને ઓળખાવી દે એવો જ હતો, કારણ રોમન સ્ત્રીસેનાપતિના