પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૧૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પશ્ચાદ્ દૃષ્ટિ :૨૦૦
 


સાહસમાં તેને ભાગ લેવાનો હોવાથી તે આખા પ્રસંગને ઓળખી ગઈ હતી. સુબાહુએ આવી યુદ્ધની મટી ગયેલી જરૂરિયાત જણાવી. આગળની યોજના માટે - માલવપતિની સામે થવા માટે તેણે આગળ સહાય માગી. ઉલૂપી ને સુબાહુને સાથે જોઈ વ્યગ્ર બનેલા ઉત્તુંગે તેમાં વાંધો કાઢ્યો. ક્ષમા યુક્તિ કરી ભાગી. ઉત્તુંગ શિક્ષા પામ્યો, અને સુબાહુને ઉલૂપીએ પોતાના શયનાગારમાંથી વિદાય આપી.