પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૧૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૨ : ક્ષિતિજ
 


‘એટલે !' ઉલૂપીએ પૂછ્યું. વિષકન્યાનો સમાગમ થયો લાગે છે.' રાતમાં અને રાતમાં ઉલૂપી એક નાનકડી ટુકડી લઇ સુવર્ણદુર્ગ તરફ પહોંચી ગઈ. સવારમાં જ તપાસ કરતાં દુર્ગ બંધ અને ખાલી લાગ્યો. તે ખાલી તો હતો જ. કોઈ બૌદ્ધ સાધુને સમાધિ અર્થે અને કાંઈ મન્નતંત્રની સાધના અર્થે તે અપાયો હતો. દુર્ગનાં બંધ દ્વાર ગમે તેમ કરી તેણે ખોલાવ્યાં અને અંદર જોયું તો આખો દુર્ગં સ્મશાન સરખી શાંતિ ભોગવતો દેખાયો. મહેલના ઓરડાઓ ઉઘાડી જોતાં તેમાં થોડાં સુખસાધનો દેખાયાં. પ્રયોગભઠ્ઠીઓ દેખાઈ અને ઝેરી અણગમતી વાસ ફેલાયેલી સહુએ અનુભવી. ઉલૂપીને ભય લાગ્યો કે સુબાહુના ઉપર પણ કદાચ વિષપ્રયોગ થયો હોય. એટલું જ નહિ, ક્ષમા અને ઉત્તુંગ કાં તો સુબાહુના વિનાશનું કારણ બન્યાં હોય અગર સુબાહુની દશાને પામ્યાં હોય. પગમાંથી બળ ઓસરી જતું હોય એમ ઉલૂપીને લાગ્યું. ઉલૂપી નીચે બેસી ગઈ. થોડી વાર વિચાર કરી તેણે પોતાના મદદનીશને આજ્ઞા કરી : ‘સુકેતુને ભૃગુકચ્છમાં ખબર આપો કે સુબાહુ અદૃશ્ય થયો છે. યુવનાશ્વને સંદેશો પહોંચાડો કે નાગમિત્ર સુબાહુને પાછો નહિ સોંપે તો તેની ચારેપાસ આવેલા નાગપ્રદેશો તેના દુશ્મન બનશે.’ ઉલૂપી એકલો સંદેશો આપીને બેસી ન રહી. તેણે યુવનાશ્વનો જવાબ આવે તે પહેલાં અતિ ઉપર ધસારો કર્યો. સુબાહુના અદૃશ્ય થયાની ખબર મળતાં સુકેતુએ મહાકોપ કરી નર્મદાનો કિનારો કબજે કરી માળવામાં પ્રવેશ કર્યો. છૂપી રીતે સુબાહુને ઘેનમાં નાખી ઉપાડી ગયેલા યુવનાશ્વે સલામત હોવાના સમાચાર બંને સૈન્યોને આપ્યાં. પરંતુ સાથે સાથે કહેવરાવ્યું કે જો એ સૈન્ય આગળ ડગલું ભરશે તો સુબાહુનો જીવ જોખમમાં આવી પડશે. સુબાહુને સોંપવાની તેણે ચોખ્ખી ના પાડી. સુબાહુને ચઢેલું ઝેરી ઘેન હજી ઊતર્યું ન હતું. વૈભવ, વિલાસ અને સુખથી નિત્ય છવાયલો શૂરવીર પણ સમય જતાં કાયર બની જાય છે. યુવનાશ્વ કાયર બની ગયો હતો. સુબાહુનો જીવ જોખમમાં છે એમ વારંવાર કહાવ્યા કરતો યુવનાશ્વ સુબાહુને જીવંત રાખવા માટે અતિશય જાગ્રત બની ગયો, કારણ તેની ધમકીને ન ગણકારતાં સુકેતુ અને ઉલૂપીનાં સૈન્ય જોતજોતામાં અવંતિને ઘેરી વળ્યાં. કાયરની ધમકીને કોણ ગણે ? જૂના સેનાપતિએ સૈન્યને વ્યવસ્થિત બનાવી સામનો કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ રંગરાગમાં સમય વ્યતીત કરતાં સૈનિકો સંયમ અને શૌર્ય ગુમાવી બેઠા હતા. સેનાપતિ ઘવાયો. તેણે પરાજયને બદલે મરણ