પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૧૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કામી માનસ:૨૦૩
 


ઇછ્યું, પરંતુ તેના સરખા થોડા શૂરવીરો શોખીન કાથરોના ટોળામાં નિરુપયોગી બની ગયા. સેનાપતિ અશક્ત થતાં મઘરાણીપ્રય કુમારે સૈન્યની સરદારી લીધી. સૈન્ય આ ઊગતા કિશોરને મોખરે નિહાળી શરમાયું, અને સહજ સ્ફૂર્તિભર્યું બન્યું. પરંતુ ખટપટી ગણિકાઓથી ઊભરાતા શહેરમાં પ્રવેશ કરવા માટે સાવધ શત્રુસૈન્યને પૂરતાં સાધનો હતાં. ઉલૂપીએ મહારાણીને કેદ કર્યાં; સુકેતુએ કુમારને પકડી લીધો. જાગ્રત થતા જતા સુબાહુને મેળવી લેવાની યોજના ધડતા યુવનાશ્વને અંતઃપુર બહાર જવાની પણ ફુરસદ ઓછી મળતી. સુબાહુ જાગ્રત થયો તે જ રાત્રે મહારાણી અને કુમાર પકડાઈ ગયાં, અને સુકેતુના સૈન્યે અવંતિમાં પ્રવેશ કરી ચારેપાસ ભય ફેલાવી દીધો. અમીરો અને સૈનિકોને રાજમહેલમાં લાવી કતલ કરવા માટે બાંધ્યા અને જો સુબાહુ જીવતો મળ્યો ન હોત તો અવંતિમાં એક પણ મનુષ્ય જીવતું રહેવા પામ્યું ન હોત. સુકેતુ અને ઉલૂપી બન્ને સુબાહુની ગેરહાજરીમાં અતિશય ક્રૂર બનતાં જતાં હતાં. નાગકન્યાના પુત્રો તરીકે ગણાતા સુબાહુ અને સુકેતુને માટે આય- વર્તમાં વસતી આખી નાગપ્રજાને સમભાવ ઉત્પન્ન થયો. તેઓ આર્ય પિતાના પુત્રો હતા એ વાત ભુલાઈ ગઈ, અને આર્ય-પ્રતિનિધિ ગણાતા યુવનાશ્વના વિરોધમાં નાગપ્રજાનો જાતીય વિરોધ પણ સંતોષાયો. આખો મધ્ય આર્યાવર્ત આ રાજકીય અને સામાજિક વિપ્લવને ઝોલે ચઢ્યો. યુવનાશ્વનો પરાજય નક્કી હતો, અને વિજેતાઓએ ધાર્યું હોત તો યુવનાશ્વને પદભ્રષ્ટ પણ કરી શકત. પરંતુ સુબાહુ તો યુવનાશ્વની - આર્યોની મૈત્રી જ શોધતો હતો. પરાજિતને મિત્ર બનાવવો હોય તો તેના પરાજયનો લાભ ન જ લેવાય. યુવનાશ્વની મૈત્રી મેળવી રહેલા સુબાહુ અને સુકેતુ મહારાણી અને કુમારનો સમભાવ મેળવી યુવનાશ્વને મહારાજા તરીકે રહેવા દઈ પોતાની છાવણીમાં પાછા ફરતા હતા ત્યારે યુવનાશ્વની દૃષ્ટિ મહારાણીના દેહમાં સચવાઈ રહેલા સૌંદર્ય તરફ ખેંચાઈ. ‘આટલી સુંદર મહારાણીને મેં કેમ આટલા સમયથી તજી દીધી ?' યુવનાશ્વને વિચાર આવ્યો. મઘરાણીની આંખે યુવનાશ્વનો વિકાર પરખ્યો. તેણે કહ્યું : ‘કુમાર ! મારી સાથે ચાલ.’ ‘આજ એ મારો સેનાપતિ છે. યુદ્ધમાં ઘાયલ થયેલા અને મૃત્યુ પામેલાનાં કુટુંબો માટે ઇનામ નક્કી કરો, કુમાર !'