પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬ : ક્ષિતિજ
 

આવતું તોફાન : ૬
 

૬ : ક્ષિતિજ ઊભેલી જ હોય છે.' ‘એ અટકસ્થાનનું નામ શું ?' ‘એનું નામ ક્ષિતિજ.’ ક્ષિતિજ પાર ન પહોંચાય ?' પ્રયત્ન સહુ કરે છે. તમેય કરશો.’ ‘પણ પહોંચાય ખરું કે નહિ ?' બાળકોને અશક્યતા બહુ મૂંઝવે છે. બધું જ શક્ય બનવું જોઈએ એવી બાલક હઠ લે છે. ‘હું પહોંચી શક્યો નથી. તમે પહોંચો એવી મારી આશિષ છે. ગુરુએ કહ્યું. અને આગળ ચાલ્યા જ ‘એક વહાણ લઈ આગળ ને આગળ જઈશું. જરા પણ અટકીશું નહિ. પછી તો પહોંચાશે ને ?’ ગુરુએ જવાબ ન દીધો. તેઓ માત્ર સમભાવભર્યું હસ્યા. ત્યારથી સુબાહુ અને સુકેતુની દૃષ્ટિ ક્ષિતિજ ઉપર જ ત્રાટક માંડી રહી હતી, ગુરુ એકાએક અદ્દશ્ય થયા. બંને ભાઈઓ એકલા પડ્યા. સ્વાશ્રયી બન્યા અને વહાણના નાવિક થયા. દૂરદૂરના પ્રદેશો તેમણે ભાળ્યા. ત્રણેક વર્ષથી પશ્ચિમોદધિમાં સત્તા સ્થાપી, જતાં આવતાં વહાણો પાસેથી કર લેવાનું તેમણે શું કર્યું હતું. ભૂમિ ઉપર તેમની કશી જ સત્તા નહોતી અને તેથી કૈંક ભૂમિપાલોને આ બંને યુવકોનું સમુદ્રસ્વામીત્વ મૂંઝવતું હતું. પરંતુ મોટેભાગે સુબાહુ અને સુકેતુ સરસ માર્ગદર્શક હોવાથી વહાણવટીઓ અને વહાણમાલિકો ખુશીથી તેમને ક૨ આપી, તેમની સહાય મેળવતા. પરંતુ હજી તેમણે ક્ષિતિજ વીંધ્યું નહોતું. તેમની દૃષ્ટિ સદાય ક્ષિતિજ ઉપર રહ્યા કરતી. સુબાહુ લગભગ ધ્યાનસ્થ બનતો, અને સુકેતુ અસ્થિર બનતો. ક્ષિતિજપાર જવાની તેમણે બાળપણમાં પ્રતિજ્ઞા લીધી હતી. હજી એ પ્રતિજ્ઞા અસિદ્ધ રહી હતી. ગુરુના અજાણપણામાં, પરંતુ તેમનાં સાન્નિધ્યમાં, બંનેએ લીધેલી મૂક પ્રતિજ્ઞા બંનેએ પરસ્પરને જણાવી દીધી હતી. આજ સુકેતુને એ પ્રતિજ્ઞા નિઃશ્વાસ નાખવા પ્રેરી રહી હતી. પરસ્પરને પ્રતિજ્ઞાની યાદ આપી બંને ભાઈઓ મૂંગા બેઠા. બંને ભાઈઓ હતા કે કેમ તેની કોઈને ખાતરી નહોતી, પરંતુ સુબાહુ અને સુકેતુ બાળપણથી જ એવા સાથે ઊછર્યા હતા કે તેમને પોતાના બંધુત્વની ખાતરી કરવાની જરૂર પણ લાગી નહોતી. કાચના-પ્રવાહી કાચના પૂડા સરખી ધોળી ધોળી સમુદ્રજળો રેતી