પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૨૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કામી માનસ:૨૦૫
 

'મારું સૌંદર્ય મારી પાસે રહેવા દો.' ‘એ હું આજ મારી પાસે લઇશ.’ ‘તમને શરમ નથી આવતી ? ‘સહશયનનો મારો અધિકાર છે.’ ‘હજી દિવસ છે એ તો જાણો છો ને ?' ‘હું દિવસરાતનો ભેદ ગણતો નથી.' ‘એ ભેદ ગણતા થાઓ તે દિવસે મારી પાસે આવજો.' ‘એટલે શું તું મારી પત્ની નથી ?' ‘હું વીસ વર્ષ પહેલાંના મહારાજા યુવનાશ્વને પરણી છું, આજના મહારાજાને નહિ.' કામી માનસ: ૨૦૧૫ ‘હું મારું આખું અંતઃપુર મૂકી તારી પાસે આવ્યો છું, અને હવે તારી જ પાસે રહીશ.' જાઓ.’ છે ?’ ‘તમે માગો છો તે મારી પાસે નથી.’ ‘છે. હજી તું સૌંદર્યનો ભંડાર છે. હજી તારો દેહ...' બસ કરો. આ વાત કરવાની હોય તો જ્યાંથી આવ્યા ત્યાં પાછા ‘તને રીસ ચઢે એ હું સમજું છું. છતાં રીસમાંયે તું કેટલી સરસ લાગે ‘મારી રીસ મટવાની નથી.' ‘સ્ત્રીઓને મનાવવાની કળા મને નથી આવડતી એમ તું માને છે ?” ‘તમારી કળાથી રીઝે એ સ્ત્રી હું નહિ.' ‘કેમ ?’ ‘કેમ ? જેને ચાંચિયા કહી હસી કાઢતા હતા તેનાથી તો હારી ગયા. હું પરાજિત પતિને ઓળખતી નથી.' મારો ક્યાં પરાજય થયો છે ?’ અમે તો મિત્રો બન્યા છીએ, અને એ બંનેનું કહેવું મને બરાબર લાગ્યું એટલે...' પરાજયને ઢાંકો નહિ. હું તો માગું વિજેતા પતિને કે મૃત પતિને.’ ‘તારી ઇચ્છા હોય તો હું ફરી યુદ્ધ શરૂ કરું.’ ‘એના કરતાં તેમની સાથે મળી દેશના દુશ્મનો સામે યુદ્ધ કરો ને ?’ ‘માટે તો સંધિ કરી. હવે તું કહીશ તેમ ડગલું ભરીશ. પણ આજે... અત્યારે... મારી પાસે... બહુ પાસે આવ.'