પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૨૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૬ : ક્ષિતિજ
 


મઘરાણી સ્થિર બેસી રહ્યાં. શું કરવું તેની ક્ષણભર તેમને સમજ ન પડી. યુવનાશ્વે તેમને પાસે ખેંચ્યું અને હ્રદય સાથે દબાવ્યાં. યુવનયાના હાથ અને વક્ષનાં વાગતાં હાડકાં મહારાણીએ અનુભવ્યાં અને તિરસ્કારનું એક અસહ્ય મોજું તેમના હૃદય ઉપર ફરી વળ્યું. નિર્બળ પુરુષની ચૂડ ઝડપથી છોડી શકાઈ. યુવનાશ્વને આછો ધક્કો મારી દૂર ખસી મહા રાણીએ કહ્યું : ‘આ અપમાનની ક્ષણે તમને આ શું સૂઝે છે ?' મહારાજા ઊભા થયા અને નાટકના નાયકની માફક મહારાણી તરફ ગયા. મહારાણીએ બળ કરી હાથ પકડી તેમને આસન ઉપર બેસાડી દીધા અને તે ફરી ઊભા થવા જાય એટલામાં તેઓ પાસેની ઓરડીમાં ચાલ્યાં ગયાં. પાછળ દોડતા યુવનાશ્વે જોયું કે ઓરડીનું બારણું બંધ થઈ ગયું હતું. ‘મહારાણી ! આજનો દિવસ મને આપ.’ ‘આજ તો નહીં જ.’ ‘હું જઈશ તો ફરી નહિ આવું.’ ‘હું એ જ ઇચ્છું છું.’ ‘પસ્તાઈશ.’ ‘એ લાગણી નવી નથી.’ મહારાણીના સૌંદર્યને શોધતો યુવનાશ્વ અતિ અકળામણમાં ગુસ્સે થઈ ત્યાંથી ચાલ્યો અને મહેલના બીજા ભાગમાં ગયો. એ બાજુએ રખાતોનું સંગ્રહસ્થાન હતું. સૈનિકાઓ અને પોળિયાઓ યુવનાશ્વની આંખ પરખી ગયાં. તેમાં વાસના અને ક્રૂરતા ઊભરાતાં હતાં. સહુએ મહારાજાને માર્ગ આપ્યો. તેમણે ધાર્યું કે આજ લોલુપતા કે ક્રૂરતાનો એક સમારંભ રચાશે. કાંચનજંઘા હાથ ઉપર મસ્તક રાખી એક મોટા કિયાને આધારે સૂતી હતી. તેને આખી રાતનો ઉજાગરો હતો. એટલું જ નહિ, તેણે અત્યંત ઉગ્ર રાત્રિ ગાળી હતી. સુબાહુ સામે તે નિષ્ફળ નીવડી હતી એ તેને ખૂંચતું હતું. વિજયથી ટેવાયલી ગણિકાને ઉજાગ૨ાની નવાઈ ન હતી, પરંતુ તેણે કદી ન કલ્પેલો અનુભવ તેને થયો. એક યુવક તેના હૃદયને ઝણઝણાવી ગયો. તેનો સંયમ, તેની માનવતા અને તેની કઠણ કુમાશ કાંચનજંઘાના હૃદયને જીતી લેતાં હતાં. એ પ્રસંગોને તે યાદ કરતી હતી. સુબાહુ જિતાયો હોત તો ? તો અનેક સામાન્ય માનવીઓ સરખો તે અણગમતો થઈ પડ્યો હોત, અને વિસરાઈ ગયો હોત. પરંતુ મહારાજા હવે તેને શિક્ષા કરશે