પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૨૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૮ : ક્ષિતિજ
 


‘કોણ જાણે !’ ‘તને પણ હું પરાજિત લાગું છું ? અયોગ્ય લાગે છે ?' મારે કાંઈ જાણવાનું નથી. હું આપની આજ્ઞાને આધીન છે. ‘મારી આજ્ઞા કોણ માને છે ?' ભયંકર ઘસ્ય કરી યુવનામે પૂછ્યું. ‘હું તો ખરી જ.’ હાસ્યની ભયંકરતા ઓળખી કાંચનજંઘા બોલી. ‘બીજું કોઈ નથી માનતું ખરું ? સુબાહુને ત્યાં તને ભેટ તરીકે મોકલું?’ હજી ભયંકર હાસ્ય ચાલુ રાખી મહારાજાએ કહ્યું. ‘એ સ્ત્રીઓની ભેટ લેરી જ નહિ.' કાંચનજંઘા બોલી. નિર્બળતા એક પ્રકારની ઊંડી અક્કલ અને ઈર્ષ્યા તો ઉત્પન્ન કરે જ છે. 'ઠીક. જો જામદેવ ! આ કાચજનજંઘા. સુબાહુ એને ભેટ તરીકે ન સ્વીકારે ત્યાં સુધી પેલા થાંભલા સાથે કાંચનપટ્ટા વડે એને જાંઘથી બાંધી દે, અને એનું નામ સાર્થક થવા દે. કાલે એ પટ્ટા ઊના કરીશું. પછી ત્રિવિષ્ટપથી* આવેલી બે કિન્નરીઓને અહીં લઈ આવ.’ વ્યંડળનું નામ જામદેવ હતું. તે પાસે આવ્યો. ભયભીત કાંચનજંઘા જામદેવથી બહુ જ બીતી રહેતી હતી. તે ઊભી થઈ. મહારાજા યુવનાશ્વે તેને એક લાત મારી. લાતમાં બળ ન હતું. લાતના અભિનયમાં બહુ બળ હતું. યુવનાશ્વનું ખૂન કરવાની કાંચનજંઘાને વૃત્તિ થઈ આવી. જબરજસ્ત જામદેવે તેને ખેંચી તેની જ સુવર્ણમેખલા વડે તેને થાંભલા સાથે બાંધી, અને બીજી કિન્નરીઓને લેવા તે બહાર નીકળ્યો. અપમાનની ઝાળ, કામની ઝાળ, અશક્તિની ઝાળ એમ ત્રિવિધ અગ્નિમાં બળી રહેલા યુવનાશ્વને કશી સમજ પડતી ન હતી. અપમાન ભૂલવા તેનું મન સૌંદર્ય શોધી રહ્યું. મહારાણીએ તેનો સ્પષ્ટ અસ્વીકાર કર્યો. કાંચનજંઘાએ તેનો મૂક તિરસ્કાર કર્યો. અપમાન અને અસંતુષ્ટ વાસનાએ યુવનાશ્વના રહ્યાસહ્યા મનુષ્યત્વને ગાળી નાખ્યું. તેણે તકિયા, ફૂલ, પંખા, પ્યાલા બંધાયલી કાંચનજંઘા તરફ ફેંકવા માંડ્યા. તેને વાગતું ત્યારે યુવનાશ્વ હસતો. જામદેવ બંને કિન્નરીઓ લઈ આવ્યો. અતિવિલાસી યુવનાશ્વે પાડમાં વસતી એ બંને સુંદરીઓ સાથે મહારાજાઓને જ શક્ય એવી રસલીલા ખેલવા માંડી. તેને ભાન ભૂલવું હતું : મદિરાની માફક મદિરાક્ષી પણ ભાન ભૂલવાનો એક માર્ગ છે. યુવનાશ્વ ભાન ભૂલ્યો. ટીબેટ