પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૨૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કામી માનસ:૨૦૯
 


પરંતુ અસંયમીને આનંદ મળતો નથી. અતિ વિલાસીને ઇન્દ્રિય સુખ મળતું નથી. યુવનાથે થોડી વારમાં બંને ત્રિીઓને અને કાંચનજંઘાને પોતાની દૃષ્ટિથી દૂર કરવા આજ્ઞા કરી. એનો ભાવ ભસ્મ બની ગયો. એના રસમાંથી રાખ ઊડી. એના આનંદ ઉપર ધુમ્મસ ફરી વળ્યું. સૌંદર્ય છલકાતા વારાંગનાના દેહ જુગુપ્સા ઉપજાવી રહ્યા. તેણે નિદ્રાપ્રેરક આસવ ખૂબ પીધો અને નિદ્રા માટે પછાડા મારતા તેના શુષ્ક દેહને કૃત્રિમ આરામ આપવા મથન કર્યું. પરંતુ સૂતા પહેલાં તેના ખારા બની ગયેલા હૃદયે તેની પાસે એક આશા અપાવી : જાગ્રત થાઉં તે પહેલાં રાજમહેલની એકેએક સ્ત્રીને કતલ કરી નાખો.’