પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૨૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૨ : ક્ષિતિજ
 


'મારો દેહ જોઇ મહારાજા યુવનાશ્વ મને કંચુકીનો અવતાર આપવા માગતા હતા...' સહજ હસી ઉત્તુંગે કહ્યું. ‘શું ? તને ? એક નાગપુરુષને એ જાતિરહિત કરવા ધારતો હતો ? પરંતુ તેની વ્યગ્રતામાં તું હવે ન પડીશ. મેં એને બચાવી લીધો છે. ક્ષમાએ કહ્યું. ‘બચાવવાનું કારણ ? તું તો યુવનાશ્વને ઘેર મહેમાન બની હોઈશ.' ‘મહેમાન ખરી, પરંતુ મને પટરાણી બનાવવી કે વિષકન્યા બનાવવી એ સંબંધમાં યુવનાશ્વ અને પેલા સાધુ વચ્ચે મતભેદ હતો.’ હસીને ક્ષમાએ કહ્યું. ‘પછી ?' ‘પછી શું ? સુકેતુએ અને તેં આવીને અમને બચાવી લીધાં.' ‘હવે આરામ લો. હું તમને બંનેને હોડી જુદી કાઢી આપું.’ યુદ્ધ તો બંધ જ થઈ જશે.' બોલી. ‘અહીં નથી રહેવું.’ ક્ષમાએ કહ્યું. ‘તને સુબાહુની આજ્ઞા વગર રોમ મોકલી શકાય નહિ.' ઉલૂપી ‘મારે રોમ ક્યાં જવું છે ?’ ક્ષમાએ કોઈ અવનવો ભાવ મુખ ઉપર ખીલવી કહ્યું. ઉલૂપી જરા આશ્ચર્ય અનુભવી રહી. તેણે પૂછ્યું : ‘ત્યારે ?’ ‘હું અહીં જ રહીશ - કદાચ નાગલોકમાં ભળી જઈશ.' ‘કારણ ’ ‘ઘણાં કારણો છે. એક તો હું યુવનાશ્વની, તારી કે સુબાહુની બંદીવાન ‘સુબાહુ કોઈને બંધનમાં રાખતો જ નથી.' ઉલૂપીએ કહ્યું. ‘પણ મારે બંધનમાં રહેવું હોય તો ?’ ઉલૂપીની આંખ ચમકી. સુબાહુના બંધનમાં રહેવા ઇચ્છતી સ્ત્રી સુબાહુને જ બંધનમાં કેમ ન લેઈ લે ? જગતપ્રસિદ્ધ સૌન્દર્યવાન અને કૌશલ્યભરી રાજનીતિજ્ઞા ક્ષમા સુબાહુના બંધનમાં રહેવા ઇચ્છે એમાં કાંઈ ભેદ જરૂર હોવો જોઈએ. ભેદ હોય કે ન હોય છતાં ઉલૂપીના હૃદયમાં ક્ષમાના સૌન્દર્યે ઈર્ષ્યા પ્રેરી ક્ષમા સુબાહુની દૃષ્ટિએ પણ ન પડે એવી તેને ઇચ્છા થઈ આવી. ક્ષમાની ચકોર આંખ એક ક્ષણમાં ઉલૂપીના ભાવને પરખી ગઈ. તેણે સંતોષપૂર્વક જોયું કે તેના બોલે ધારી અસર કરી હતી.