પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૨૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પોતપોતાના માર્ગ:૨૧૩
 


તારું બંધન પણ બીક લગાડે એવું છે. બંધનમાં રહેવાને બદલે તે ઉત્તુંગને પણ લેતી ગઇ.' ઉલૂપી બોલી. ‘મને ગમે તેને હું કેમ ન લઈ જાઉ ? પણ ખરું જોતાં તો તેં અણગમતા ઉત્તુંગને કાઢી મૂક્યો હતો.' ‘તું ધારે છે એટલો ઉત્તુંગ મને અણગમતો નથી. એના ગયા પછી મેં એને કેટલો યાદ કર્યો છે તે તું શું જાણે ?' ‘સુબાહુ જેટલો યાદ નહિ કર્યો હોય. હશે. પણ હવે અમે બંને પાછાં આવ્યાં છીએ.' ‘અને પાછાં નાગલોકમાં જ રહેવા માગીએ છીએ.’ ઉત્તુંગે કહ્યું. ‘તું કે ક્ષમા સંઘપતિ થાઓ તો ? હું આ યુદ્ધ અને રાજ્યથી થાકી જાઉ છું.’ ઉલૂપીએ કહ્યું. ‘અમને જરા સાથે તો રહેવા દે, પછી બીજી વાત.' ક્ષમાએ અપૂર્વ ભાવ પ્રદર્શન કરી ઉત્તુંગ સાથેના પોતાના પ્રેમની વૃત્તિ જાહેર કરી. ‘તને ઉત્તુંગ ગમશે ?’ ઉલૂપીએ સ્પષ્ટ પૂછ્યું. ‘એના સ૨ખું પૌરુષ મેં બીજે નિહાળ્યું નથી.' ક્ષમાએ ઉત્તર આપ્યો. ‘એમાં સૌન્દર્ય નહિ જડે.’ ‘જ્યાં પૌરુષ ત્યાં સૌન્દર્ય. જે રોમમાં મને ન જડ્યું તે નાગવનમાં હું જોઈ શકી - મેળવી શકી.' ‘તો એ પૌરુષ તારી પાસે રાખ. ઉત્તુંગ અને તું બંને નાગવનમાં જાઓ અને લગ્નની તૈયારી કરો. હું આવી પહોંચું છું.' ઉલૂપીએ આજ્ઞા આપી. ‘સુબાહુને લઈને આવજે. આપણે એની આર્યતામાં ભળી જઈશું.' ઉત્તુંગે કહ્યું. બેસાડ્યા, એક સુંદર સાધનભરી ખાલી હોડીમાં ઉત્તુંગ અને ક્ષમાને ઉલૂપીએ નાગજનપદનો ધ્વજ એ હોડી ઉપર ફરફરી રહ્યો. નાગ- નાવિકોએ તેને ક્ષિપ્રાનાં વારિમાં વહેતી મૂકી. નાગજનપદનો પદભ્રષ્ટ સેનાપતિ આજ ફરીથી એ જ સ્થાન ઉપર આરૂઢ થયો. તે સ્વપ્ન જોતી હતી. કે સત્ય? ક્ષમા સરખી જગતરાણી રોમની વીરાંગના આ કાળા પરંતુ પરાક્રમભર્યા ઉત્તુંગને ચાહી શકે ખરી ? સુબાહુ પોતાના સરખી કાળી નાગકન્યાને ચાહતો હતો ! જોકે તેની ચાહના દેહમિલનમાં પરિણામ પામતી ન હતી ! છતાં સહજ સહવાસને પરિણામે ક્ષમા ઉત્તુંગને ચાહતી થાય એમાં હવે ઉલૂપીને નવાઈ ન લાગી. તેનું મન વ્યગ્ર તો હતું જ. સુબાહુ જીવંત છે - સુરક્ષિત છે એવા સમાચાર આપનાર એક સમયનાં અપરાધી સ. ૧૪