પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૩૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પોતપોતાના માર્ગ:૨૧૫
 


તેની વાણીમાં પણ એ જ વિચારનો પડઘો પડ્યો. તેણે પૂછ્યું : 'અહીં કેમ ન આવ્યો ?' મહાકાળનાં દર્શન પહેલાં સુબાહુનું મુખ જોવાનું ન હતું તે ભૂલીને આ સ્ત્રીએ પ્રશ્ન કર્યો. આપ્યો. ‘સુબાહુએ તને બોલાવી છે. સુકેતુએ કહ્યું. હું અત્યારે થાકી છું, મારાથી નહિ અવાય.' ઉલૂપીએ જવાબ સુકેતુને આશ્ચર્ય લાગ્યું. ઉલૂપી અને સુબાહુના વિચિત્ર પ્રેમની તેને ખબર હતી. નાગપ્રજા સાથેના સંબંધને સુધારવામાં આ પ્રેમ કેટલો મહત્ત્વનો હતો તેની એને માહિતી હતી. તેણે જરા ગૂંચવાઈ કહ્યું : ‘પણ... પણ... તું નહિ આવે તો એ શાન્તિથી સૂઈ શકશે નહિ.' સુબાહુ વગર ઉલૂપીએ પણ કેટલી અશાંત રાત્રિઓ ગાળી હતી તે કહેવાનું ઉલૂપીને મન થયું પરંતુ સુકેતુને કહ્યાનો અર્થ ન હતો; એટલે ઉલૂપીએ માત્ર એટલું જ કહ્યું : ‘હું આવીશ તો ઊલટો સુબાહુ વધારે અશાંત થશે.’ ખરે, એને શાંતિની બહુ જ જરૂર છે. ગઈ રાતની ભયાનક જાગૃતિએ તેને લગભગ મૂર્છિત બનાવ્યો છે.' ‘માટે જ કહું છું કે એને સૂવા દે.’ ‘પણ તું મળીશ ક્યારે ? ‘મારા મોરચા ઉપર આવવાની એનામાં શક્તિ આવશે ત્યારે. ‘એ તો આજ - અબઘડી તને બોલાવી રહ્યો છે.’ ‘એવી ભૂલ જીવનમાં ઘણી વાર થઈ જાય છે !' ‘તું શું કહે છે ?’ ‘તું જે સાંભળે છે તે ત્યાં જઈને કહેજે. સુબાહુ સમજી જશે.' ‘ક્ષમા અને ઉત્તુંગ નાસી છૂટ્યાં એ તેં જાણ્યું ?' ‘નાસી નથી છૂટ્યાં. નાગ પ્રદેશમાં ગયાં. થોડી વાર થઈ.’ ‘ક્ષમાને એકલી કેમ જવા દીધી ?' ‘એકલી નથી. ઉત્તુંગ સાથે જ છે.’ ‘ભલા ભોળા ઉત્તુંગને ક્ષમા રમાડી જશે.' ‘પરણવું અને રમાડવું એ બે એક હોય તો તેમ થાય પણ ખરું.' ‘ક્ષમા ઉત્તુંગને પરણે એ હું માનતો નથી. યુવનાશ્વ કરતાં ક્ષમાનો