પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૩૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૬ : ક્ષિતિજ
 


ભય આર્યાવર્તને વધારે છે.' ક્ષણભર ઉલૂપી ચોંકી ઊઠી. ક્ષમા છળ કરે તો ? ઉત્તુંગને ભાળને તો? કદાચ લગ્ન કરીને આખા નાગ પ્રદેશને આર્ય વિરોધી બનાવી દે તો ? અને એમ કરી રોમને લાટ સમુદ્રમાં ઉતારે ત્યારે ? દેહનાં, સુખનાં અને સતનાં બલિદાન દેશને માટે દેનારાં નીકળી આવે છે ! ‘પછી ? શું કરીશું ?’ ઉલૂપીએ પૂછ્યું. ‘કાંઈ નહિ. આજનો દિવસ શાંતિમાં ગાળીએ. રાત્રે સંધિપત્ર નક્કી થશે એટલે ઉત્તરાપથ તરફ ધસવા હું વિચાર કરું છું.’ ‘સુબાહુ શું કહે છે ?’ ‘એને મેં કશું જ પૂછ્યું નથી. એ જાગશે એટલે પૂછીશ.’ ‘અરવલ્લીના નાગ તારી સાથે જ છે. અને તક્ષિાલામાં મેં મારા બે યુદ્ધવિશારદો મોકલી દીધા છે. ત્યાંના પર્વતોને એ જાગ્રત કરી મૂકશે.' ‘તું આવે તો ?’ ‘મને તો ભાઈ, થાક લાગ્યો છે. આ યુદ્ધોથી હું ત્રાસી જાઉં છું. હવે કોઈને ઘા કરતાં જીવ ચાલતો નથી. મરવા કરતાં મારવાની ધ્રુજારી વધારે આવે છે.' ઉલૂપી બોલી. ‘સુબાહુની સોબત એટલે એની અસર.’ હસીને સુકેતુએ કહ્યું. ‘જે હોય તે. પણ જો કોઈ મારો ભાર ઉઠાવી લેતું હોય તો હું એક ઝૂંપડી બાંધી બેસી રહું.’ થોડા ઘોડેસ્વારો દૂરથી આવતા દેખાયા. વિજયી સેનાપતિઓને બીજી કશી ચિંતા ન હતી પરંતુ નાનાં છમકલાં મોટું સ્વરૂપ ધારણ કરે એ આવા પ્રસંગોમાં શક્ય હતું. ન ‘જગતમાં ઝૂંપડીઓ પણ સચવાઈ રહેતી હોય તો આપણે ઝૂઝવું ન પડે. પરંતુ મહારાજ્યોની પ્રજાને ગુલામો જોઈએ. બધેથી લીધા. હવે આપ- વર્તમાંથી પણ જોઈએ.' સુકેતુ બળતો બોલ્યો. સવારોમાંથી એક જણે આવી નમન કરી કહ્યું : ‘રાજમહેલમાં સ્ત્રીઓની કતલ થાય છે.' ‘સ્ત્રીઓની કતલ ?’ ઉલૂપીએ પૂછ્યું. ‘અવંતિના તો પુરુષો કતલ કરવા યોગ્ય છે. બિચારી બંધનમાં પડેલી સ્ત્રીઓને શું છે ?’ સુકેતુ બોલ્યો. ‘મહારાજા યુવનાશ્વની આશા છે કે તેઓ જાગ્રત થાય તે પહેલાં મહેલની બધી સ્ત્રીઓને કાપી નાખવી.' સવારે કારણ દર્શાવ્યું.