પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૩૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પોતપોતાના માર્ગ:૨૧૭
 


‘એને નવી સ્ત્રીઓ જોઇતી હશે !' ઉલૂપીએ કહ્યું ‘ઉલૂપી ! આવા મહાકામી અને મહાદૂષિત રાજાને રાજગાદીએ ચાલુ રાખવા સુબાહુની મરજી છે. આવિર્તમાંથી આ રાજાઓ અદૃશ્ય થાય તો અનેક આફ્તો ઓછી થાય.' પરંતુ આ સ્ત્રીઓની હત્યા થશે એનું શું કરવું ?' સવારે પૂછ્યું. ‘એ હત્યા થતી અટકાવવી, વળી બીજું શું ?' ઉલૂપીએ કહ્યું. ‘ઉલૂપીની જ્યાં સુધી આણ છે ત્યાં સુધી એક પણ સ્ત્રીને ઘા કરનાર શૂળી ઉપર ચઢશે. જા, જઈને અમારો હુકમ આપ.' સુકેતુએ કહ્યું. ‘પરંતુ એ કાર્ય સૈન્ય કરતું નથી; અંતઃપુરના રક્ષકો કરવાના છે.’ સવારે કહ્યું. ‘વ્યંડળો ? બૃહન્નાલાઓ ? ઉલૂપી, અવંતિના કોઈ ચિત્રકારને કહી આપણે મહારાજા યુવનાશ્વની કીર્તિના કળશોને સજીવન બનાવીએ... હા... હા...' સુકેતુ હસ્યો. ‘મહારાણી શું કરે છે ?’ ઉલૂપીએ પૂછ્યું. ‘એ શસ્ત્ર લઈ સ્ત્રીઓનું રક્ષણ કરતાં ઊભાં છે. તેમણે જ અમને અહીં મોકલ્યાં.' સવારે કહ્યું. ‘હું જાઉં છું. તારે આવવું છે ?' સુકેતુએ પૂછ્યું. ‘ના. હવે તું જ જા. તારા ભાઈને તેં બચાવ્યો. હવે થોડી સ્ત્રીઓને બચાવ. હું સ્ત્રી તરીકે તારો આભાર માનીશ.' ‘જેવી તારી આજ્ઞા. સુબાહુને જોવા ક્યારે આવીશ ?’ સુકેતુએ જતાં જતાં પૂછ્યું. ‘એને જોવા હું શા માટે આવું ?’ ઉલૂપી બોલી. ‘પણ મને એ પૂછે તો ?’ ‘તો કહેજે કે ઉલૂપી સુબાહુને જરાય મળવા માગતી નથી.’ ડોકને ગર્વભરી મરોડ આપી ઉલૂપી રેતીમાંથી પાણીમાં ઊતરી, અને પાણીમાં થોડી ક્ષણો ઊભી રહી હોડીમાં અદૃશ્ય થઈ ગઈ. પાછળ કદી કદી જોતા સુકેતુના મનમાં વિચાર આવ્યો : ‘કતલ કરવાની લાગણી પુરુષમાં કૈક વાર સ્ત્રી પ્રેરે છે. યુવનાશ્વ બિચારો કેટલી સ્ત્રીઓમાં સપડાયો છે !’ સુકેતુ હસ્યો. તેના મનમાં આગળ વિચાર આવ્યો : ‘જગતમાં સ્ત્રી જ ન હોય તો ?’ અસહ્ય-અશક્ય કલ્પના કરી તે સ્ત્રીઓની થતી કતલ અટકાવવા