પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૩૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૮ : ક્ષિતિજ
 


ઝડપથી આગળ વધ્યો. વિજેતાને આજ્ઞા કરતાં વાર લાગતી નથી. કર જામદેવ મહારાજાના હુકમને માની સ્ત્રીઓની કતલ કરવા તૈયાર હત મારાણીએ આ નિરર્થક કૃત્યને અટકાવવા સઘળી તૈયારી કરી રાખી હતી. પરંતુ ઘરેલા, સ્ત્રીઓને જ યુવનાશ્વના વિનાશનું કારણ માનતા કેટલાક સેનાનાયકો આ સંહારના કાર્યમાં ભાવિ ઉદ્ધાર જોતા હતા. એટલે મહરાણીએ સુકેતુ તથા ઉલૂપી તરફ સંદેશો મોકલ્યો. અને રાજમહેલની આગળ રોકાયેલા સુકેતુના સૈન્યે વિજેતાની આજ્ઞા વગર આ સંઘર કરવા દેવાની મના કરી. સુકેતુએ આવી પ્રથમ જામદેવને પકડ્યો અને અંતઃપુરના સઘળા વ્યંડળોને કેદ કરી દરિયાકિનારે તત્કાળ રવાના કર્યા. પ્રથમ તો સ્ત્રીઓને બદલે વ્યંડળોની કતલ કરવા તેની ધારણા હતી પરંતુ તેને બીજો વિચાર આવ્યો. રોમન મહારાજાને એક આર્ય મહારાજા તરફથી ભેટ તરીકે તે સઘળાઓને વહાણમાં ભરી મોકલી દેવાનો વિચાર તેને વધારે ગમ્યો. સઘળી રખાતો, ગણિકાઓ અને દાસીઓને રાજમહેલમાંથી તેણે એકદમ છૂટી કરી, અને જોકે કેટલીક રાજમહેલથી ટેવાયેલી સુંદરીઓને ક્યાં જવું તેની સમજ ન પડી, અને તેમણે જવાની નામરજી પણ બતાવી, છતાં યુવનાશ્વને પરણેલી સ્ત્રીઓ સિવાયની બધી સ્ત્રીઓને સુકેતુએ મહેલની બહાર મોકલી દીધી. દેવાલયો, ધર્મશાળા, રાજબગીચા અને આરામગૃહ આ સ્ત્રીઓને માટે ખુલ્લાં મૂકવામાં આવ્યાં, અને આઠ દિવસમાં વ્યવસ્થિત ધંધાદારી કે પરિણીત જીવન ગાળવાની મહેતલ આપી. આઠ દિવસને અંતે જે ધંધો કે ગાર્હસ્થ્ય ન સ્વીકારે તેને અવંતિ બહાર ચાલ્યાં જવાનું હતું. સુકેતુની ખાતરી હતી કે અવંતિના લશ્કરીઓ અને ગૃહસ્થોમાંથી ઘણા એવા નીકળશે કે જેમને આ સૌંદર્યનમૂનાઓ ગમી જશે.' સૂતેલા યુવનાશ્વ પાસે અત્યારે કોઈ ન હતું. સ્ત્રીઓની કાપણી કરવાનો હુકમ આપી નિરાંતે સૂતેલા આ મહારાજાને કયી સજા કરવી તેની સુકેતુને મૂંઝવણ નડી. ગૌરવભરી મહારાણીનો એ પતિ હતો. એક વખતનો એ કીર્તિવંત અવંતિપતિ હતો. આજ પગથી પણ એને અડકવું એમાં સુકેતુને નાનમ લાગી. દિરાના નશામાં જગતની અશાન્તિ ભૂલવા મથતો એ કામાન્ય નિદ્રામાં પણ કયી ઘટનામાળ ઘડી રહ્યો હતો ? એમાં પણ એ સ્ત્રીઓનાં સ્વર્ગ રચી રહ્યો હોવો જોઈએ. સુકેતુએ પોતાના જ બે કડક લશ્કરીઓ યુવનાશ્વની સારવારમાં મૂક્યા અને મહારાણીને રાજકાર્ય કરવાની સલાહ આપી. ત્રીજા પ્રહરે એ પોતાની છાવણીમાં પાછો ફર્યો. સુબાહુને નિદ્રા આવી ન હતી. તેણે પૂછ્યું : ન