પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૩૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૦ : ક્ષિતિજ
 


મેં આજ્ઞા આપી હતી ?’ યુવનાશ્વને કોઇ ઝાંખું સ્વપ્ન ાદ આવતું હોય એમ લાગ્યું. એકાએક યુવનાશ્વની દૃષ્ટિ આગળ તેના રાજમહેલની સ્ત્રીસૃષ્ટિ ખડી થઈ ગઈ. સહુનાં વિવિધતાભર્યું સ્વરૂપ અને સૌંદર્ય ! સહુની આનંદ આપવાની આવડત જુદી જુદી. કોઈ સ્મિતથી રીઝવતી, કોઈ છણકાથી રીઝવતી. એકના વાળ વાંકડિયા અને બીજીના વાળ લાંબા રેશમ જેવા સુંવાળા. એકને ગાલે મધુર ખાડા પડતા હતા, બીજીની ચિબુકે આત્મા ડૂબે એવો વમળ ઘૂમતો. એકનો કંઠ સાંભળતાં કોકિલા ભુલાતી, અને બીજીના નુપૂરઝણકાર નિદ્રાને પણ ઝણઝણતી બનાવતા. એકની ચપળ આંખ હૃદયને નચાવતી, બીજીનાં ઢળેલાં પોપચાં ઉપર મન ઢળી પડતું. અત્યંત કાળજીભરી રસજ્ઞતાથી વીણી ભેગો કરેલો સુંદરીસમૂહ એક ક્ષણના વિરાગથી આમ અદૃશ્ય થઈ જાય એ યુવનાશ્વને અસહ્ય થઈ પડ્યું. દેશ- દેશાન્તરની સુંદરીઓને ફરી ભેગી કરતાં કેટલો સમય વીતી જાય ! અને તે સમયમાં યુવનાશ્વની અતિ વિસ્તૃત ભોગશ્રેણી કેવી રીતે સંતોષાય ! મારી આજ્ઞા કેમ પાળી ? આવી તો કૈક વાર આજ્ઞા આપતો !' યુવનાશ્વની વિકળતાએ આટલું શબ્દસ્વરૂપ લીધું. રક્ષકોએ કશો જવાબ ન આપ્યો. મહારાજાએ ઊઠીને ફરવા માંડ્યું. તેમના દેહને અશક્તિ લાગતી હતી. દેહના કોઈ કોઈ સાંધા દુઃખતા હતા. તેમણે બારી બહાર નજર નાખી કોઈ દાસી પાણી ભરવા પૂરતી પણ નજરે પડી નહિ. તેમણે એકબે ઓરડા તપાસ્યા. ઓરડે ઓરડે ઊઘડતા ચંદ્રમુખીઓ વગરના ઓરડા સ્મશાન લાગ્યા. ધૂપ કરવાને બહાને ફરતી પરિચારિકા પણ ન દેખાઈ. સ્ત્રીનાં ચિત્રો પણ અદૃશ્ય થઈ ગયાં હતાં. ‘જામદેવ ક્યાં છે ?’ યુવનાશ્વે પૂછ્યું. ‘એને સમુદ્રમાં ડુબાડવા લેઈ ગયા છે.’ એક સૈનિકે કહ્યું. ‘અને બીજા ?’ ‘જામદેવની સાથે.’ ‘એટલે એકે વ્યંડળ પણ રાખ્યો નથી ?' ‘ના જી.’ ‘પણ કારણ ?’ ‘સુકેતુની આશા છે. આર્યાવર્તમાં એમની જરૂર નથી.' યુવનાશ્વને લાગ્યું કે તેના વ્યંડળોની સાથે તે પણ દરિયામાં ડૂબી જાય