પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૩૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પોતપોતાના માર્ગ:૨૨૧
 


છે. ત્રીરહિત જીવન તેને નિરર્થક લાગ્યું. તેણે પોતે જ સ્ત્રીઓની કતલ કરવા આજ્ઞા આપી હતી. યુવનાશ્વને ભયંકર માસિક વેદના થઇ આવી. તેને અસહ્ય પશ્ચાત્તાપ થયો. થોડી ઘડીઓ માટે સ્ત્રીસમાગમની જુગુપ્સાએ પ્રેરેલું કાર્ય તેને જીવન માટે જુગુપ્સા પ્રેરી રહ્યું. તેને આત્મઘાત કરવાનો વિચાર એક ક્ષણને માટે આવ્યો. મૃત્યુથી તે ક્ષણભર કંપ્યો. અનેકને મૃત્યુએ પહોંચાડનાર વિષયાસક્ત યુવનાશ્વ એ કંપને સહી આગળ વધ્યો. સ્ત્રીઓ હતી જ નહિ. બીજી સ્ત્રીઓ સુકેતુ મેળવવા દેશે કે કેમ એ શંકા ઊપજી. અને કદાચ સુકેતુ એમાં વિરોધ ન કરે છતાં સ્ત્રીઓને ભોગવવાનું સામર્થ્ય તેનામાં રહ્યું ન હતું. આ બધા ખ્યાલથી તેને આત્મઘાતનો વિચાર વધારે પ્રિય થઈ પડ્યો. શૂન્ય બની ગયેલા જીવન કરતાં - શૂન્યતાનાં શૂળ ભોંકતા ભાન કરતાં જીવનરહિત સ્થિતિ તેને વધારે ગમી. પરંતુ આત્મઘાત કેમ થાય ? ઝેર આપી શકે એવો સિદ્ધ અદૃશ્ય થઈ ગયો હતો. શસ્ત્ર દેહમાં ખોસતાં મૃત્યુ ન આવ્યું તો ? બારીએથી પડતું નાખતાં બચી જવાય ત્યારે ? મદિરા ખૂબ પીધાથી મરી જ જવાય એ સર્વથા સંભવિત ન હતું. સુકેતુ તેનો વધ કરાવે તો કેવું ? હજી સુધી તેણે કેમ એ શિક્ષા કરી નહિ હોય ! ક્ષિપ્રામાં ડૂબવાથી મૃત્યુ આવે, નહિ ? પરંતુ મહારાજાને મૃત્યુ સુધી પણ પહેરેગીરો જોઈએ ! રાજા મરવા માટે પણ સ્વતંત્ર નહિ. ‘મારે મહાકાળેશ્વરનાં દર્શને જવું છે.' યુવનાશ્રુ સૈનિકને કહ્યું. મૃત્યુ પણ વફાદાર ન નીવડ્યું એટલે ઈશ્વરનો વિચાર તેને આવ્યો. મહાકાળ તેને મરવા માટે માર્ગ બતાવી શકે. આ જન્મનું બલિદાન ભાવિ જીવનને પણ સુખી બનાવે. ‘હા જી. પાલખી તૈયાર છે.’ સૈનિકે કહ્યું. ‘મારે એકલા જવું છે. ચાલતાં જવું છે.’ યુવનાથે કહ્યું. ‘જેવી આપની આજ્ઞા. પાલખી નહિ આવે.’ ‘મારી સાથે કોઈ માણસ પણ નહિ જોઈએ.’ ‘અમારા બે સિવાય બીજું કોઈ આપની સાથે નહિ રહે.’ ‘તમે પણ નહિ.’ ‘એ બને એમ નથી.’ ‘કારણ ?’ ‘સુકેતુની આશા છે.’