પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૩૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૨ : ક્ષિતિજ
 


‘શી ?’ ‘કે આપને આપનાથી બચાવવા.' સુબાહુ અને સુકેતુને ખબર પડી હશે કે યુવનાશ્વ આપઘાત કરવાનો હતો ? યુવનાશ્વને વિચાર આવ્યો. છતાં તેને મહાકાળનાં દર્શનમાં જ ભાવિ માર્ગ દેખાયો. આર્ય અને કહેવાતા અનાર્ય વર્ગમાં શિવપૂજન માન્ય બની ગયું હતું. પર્વતવાસી મૃત્યુપ્રેરક રૂદ્ર કલ્યાણકારી શિવ બની ગયા હતા - અનાર્ય અને આર્ય સંસ્કૃતિનું સંગમસ્થાન બની ગયા હતા. ‘દર્શન માટે પણ હું સ્વતંત્ર નથી ?' ‘આપનું સ્વાતંત્ર્ય હજી ગયું નથી.' ‘ત્યારે તમે બે જણ ઊભા કેમ રહ્યા છો ?' ‘આપની સ્વતંત્રતા સચવાય એવી શક્તિ આપનામાં આવે એટલે અમે જઈશું.’ ‘ઠીક. મને દર્શને લઈ જાઓ.’ યુવનાશ્વ આગળ વધ્યો. ઝડપથી ચાલવા લાગ્યો, પરંતુ તેના પગ સહજ લથડ્યા. એક સૈનિકે તેમનો હાથ ઝાલ્યો. અશક્ત માણસોને કોઈ હાથ ઝાલે તે ગમતું નથી. યુવનાશ્વે સૈનિકનો હાથ તરછોડી નાખ્યો, અને શૂન્ય સ્ત્રીશૂન્ય મહેલમાંથી તે બહાર નીકળ્યો. પોતાના મહેલમાં ગોઠવાયલા પોતાના જ સૈનિકોએ તેને નમન કર્યાં તે તરફ તેનું ધ્યાન જ ન રહ્યું. સ્ત્રીસૈનિકાઓથી ટેવાયલા મહારાજાએ બહુ વર્ષે સ્ત્રીરહિત શૂન્ય જગત જોયું. જગત જીવવા લાયક નથી એવો તેનો વિચાર દૃઢ બનતો ગયો. રાત્રિના દીવાઓ તેની શૂન્યતાને ગાઢ બનાવતા હતા. –