પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૪૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૪ : ક્ષિતિજ
 


દેવાલયમાં ઘણી વાર મૃગી થતાં, પરંતુ આજ કારણ ન હતું. મંત પણ ન હતો. નતંકીઓનો નાશ થયો હતો એમ જ તે માની બેઠો હતો. તેને નવાઈ લાગવાથી તેણે પૂછ્યું : કોણ વાઘ વગાડે છે ?' ખબર નથી.' મંદિરના ઊંડાણમાં પ્રવેશ કરતી વખતે એક સ્ત્રીનિક આગ આવી રોકાણ કર્યું. યુવનાશ્વના જીવમાં જીવ આવ્યો. જગતમાં જોવા યોગ્ય સ્ત્રીઓ હજી જીવે છે. અને માંની એક અવંતિના મંદિરમાં જ છે એમ જાણી તેના હૃદયમાં પ્રફુલ્લતા વ્યાપી. તેને સૈનિકાનું રોકાણ આદરપાત્ર લાગ્યું - માનિનીના મૌખિક નકાર જેવું મધુરું લાગ્યું. ‘અંદર કોઈથી જવાશે નહિ.' સૈનિકાએ કહ્યું. ‘કારણ ?’ યુવનાશ્વે પૂછ્યું. ‘કારણ કહેવાની જરૂર નથી.' ‘હું કોણ છું તે જાણો છો ?’ ‘આપ ગમે તે હો. આપનાથી અંદર નહિ જવાય.' ‘હું મહારાજા યુવનાશ્વ છું.’ ‘હ જી. હું જાણું છું.’ ‘છતાં મારા મંદિરમાં હું જ ન જાઉં ?' ‘મંદિર આપનું નથી, મહાકાળેશ્વરનું છે.' ‘મહારાજાને દર્શન કરવાં છે. જવા દો. તરત પાછા આવશે.' સૈનિકે કહ્યું. ‘એક ઘડી પછી.’ સૈનિકાએ કહ્યું. અને મંદિરમાં ગીત અને નૃત્યની સુરીલી શરૂઆત થઈ. ‘કોણ ગાય છે ?' યુવનાશ્વે પૂછ્યું. ‘ઉલૂપી શિવપૂજન કરે છે.' સૈનિકાએ જવાબ આપ્યો. યુવનાશ્વે તેમ જ સૈનિકોએ અંદર જવાનો વધારે આગ્રહ ન કર્યો, કારણ ગીત અને નૃત્ય વગર નિહાળ્યે મન હરી લેતાં હતાં. ડમરું, મૃદંગ, ઝાંઝ સૂરને અને નૃત્યના ભણકારને ખીલવવા માટે જ વપરાતાં હતાં. ગીત કોઈ હૃદયની આશા અભિલાષા વ્યક્ત કરતું નિરાશાભર્યું રુદનસૂચક હતું. ભાવ સમજ્યા વગર પણ ગીત હૃદયને હલાવતું અને આંખને ભીની બનાવતું હતું. નૃત્ય પણ ગીતને અનુસરતું હતું. યુવનાશ્વ પગથિયા ઉપર બેસી ગયો, અને રડતા હૃદયે ગીત-નૃત્ય સાંભળી રહ્યો. ગીત અને નૃત્ય