પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૪૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જીવન અને મૃત્યુનું સામીપ્ય:૨૨૫
 


કરનારમાં સૌદર્ય અને કલાનો પણ મનમાં વિચાર આવ્યા કરતો હો ગીત દેવળમાંથી ચોગાનમાં અને ધીમે ધીમે ચોગાનની પણ બહાર પ્રસરવા લાગ્યું. મુક્ત હદય અને મુક્ત કંઠથી ગવાતું ગીત સાંભળનારને ખેંચી રાખે છે. નકીઓના ગીત કરતાં આ ગીત જુદી જાતની અસર ઉત્પન્ન કરતું હતું. જે હ્રદયવ્યથા આ સંગીતમાં વ્યક્ત થતી હતી તે નર્તકીના ગીતમાં કદી હોઈ શકે નહિ નડી જ હૃદયને ગીતમાં પૂરે નહિ તો. એ ગીત તોફાન, મજાક, વાસના કે છિછાપણું પ્રેરતું ન હતું. ગંભીર સાગરની છોળ રમતપ્રેરક ન હોય. આ સંગીતની ફેલાતી છોળ પણ ગાંભીર્ય અને મૌન માગતી હતી. યુવનાશ્વે પણ ગાંભીર્ય અને મૌન આપ્યું. ગીત કેટલા સમય સુધી ચાલ્યું તેનો કોઈને ખ્યાલ રહ્યો નહિ. પરંતુ કોઈ અપૂર્વ શ્રવણસૃષ્ટિમાં દિવ્ય સંગીત ચાંદનીમાં ફરતા હોય એમ સહુને સૈનિકોને પણ - લાગ્યું. પાછળ કોઈનો ઓળો ફરકતો હતો તે પણ કોઈના જોવામાં ન આવ્યું. સૈનિકોએ પણ પોતાની આંખ વારંવાર લૂછવા માંડી. ગીતમાંથી ગીતાવલી ઉદ્ભવી. ઝડપભર્યું નૃત્ય અને ઝડપભર્યું ગીત ફૂલને ઉદ્દેશીને ગવાયું. ગીત ગાનાર યુવતી ભક્ત હતી કે પ્રેમી હતી? ભક્તિ અને પ્રેમ કેટલાં પાસે પાસે હોય છે ? ભક્તિમાં અને પ્રેમમાં માનવી દેવ બની જાય છે. જીવ શિવ બની જાય છે. દેહનો માળખો દિવ્યજ્યોત બની જાય છે. શિવનું સંબોધન સ્વામીને થાય છે, અને પાર્વતીને વેષે પ્રિયતમા ગાય છે એટલું ભાન તો નર્તકીને જોયા વગર પણ થતું હતું. ઉપી કોનું સંબોધન કરતી હતી ? અસંસ્કારી વનવાસીઓ પ્રેમી બની શકે ? પરંતુ ઉલૂપી અસંસ્કારી ન હતી એ તો યુવનાશે સાંભળ્યું હતું. યુદ્ધની શરૂઆતમાં તેના દરબારીઓએ તેનાં અતિશય વખાણ પણ કર્યાં હતાં, અને અર્ધ મજાક અને ઇચ્છા પ્રદર્શિત કરતું હાસ્યસૂચન પણ કર્યું હતું કે જીત મળતાં ઉલૂપીને પણ મહારાજાના મહેલમાં સ્થાન મળશે. અણવિકસ્યા ફૂલને સંબોધન કરતી ઉલૂપી પોતાના હૃદયની વ્યથા એકાએક ગાઈ રહેતી સંભળાઈ. ગીત એકાએક બંધ થયું. વાઘો વાગતાં ધીમાં પડી અટકી ગયાં, છતાં ભણકાર ક્યાંય સુધી સંભળાયા કર્યા. જાણે ચંદ્ર ડૂબી જાય છતાં ચંદ્રમુખ આંખ આગળ રમ્યા કરતું હોય. નહિ, નહિ. ચંદ્ર જાતે જ હાલતો ચાલતો મંદિર બહાર આવ્યો શું ? આછી દીપકજ્યોતમાં એક ચંદ્રમુખી બહાર નીકળતી દેખાઈ. યુવનાશ્વે ઉલૂપીને જોઈ. તેના ખાખ બનતા દેહમાં સ્ત્રીભૂખની ચિનગારી ચમક ચમક ચમકી રહી. તે સૈનિકાને દૂર ખસેડી નીચે ધસ્યો.