પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૪૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૬ : ક્ષિતિજ
 


ઉલૂપી પોતાના અલંકારો દૂર કરતી જળકુંડ તરફ જતી હતી. વાઘનાં સાધનો લેઈ બીજી યુવતીઓ તેની પાછળ આવતી હતી. જેલમાં તેણે બંને હાથ બોળ્યા અને યુવનાશ્વ તેની નજીક આવી ઊભો. અજાણ્યો પુરુષ નજીક આવતાં સ્ત્રીસહજ સાવચેતી જાગ્રત બની જાય છે. ઉલૂપી અંજલિમાં જળ લઈ ઊભી થઇ. તેણે મંદિરમાં કોઈ પણ પુરુષને આવવાની મના કરી હતી. ‘કોણ ? મહારાજા યુવનાશ્વ ?' ઉલૂપીએ પૂછ્યું. ‘હા. ઉલૂપી ! તું મને ઓળખે ?' યુવનાશ્વે રાજી થઈ પૂછ્યું. કદાચ તેને લાગ્યું હોય કે તેના દુર્બળ દેહ ઉપર સૌન્દર્યસ્પર્શ હજી જતો જતો ચાલુ રહ્યો હશે. ‘આપને કોણ ન ઓળખે ?' ઉલૂપીએ કહ્યું અને બેપરવાઈથી તેણે હાથમાંનું પાણી કુંડમાં પાછું નાખ્યું. મને શી રીતે ઓળખે છે ?' ઉલૂપીએ નિઃસંકોચ નૃત્યને અનુકૂળ પરિધાન દેહ ઉપરથી દૂર કર્યું. ઉરથી ઘૂંટણ સુધી ચર્મ વસ્ત્રના ટુકડાઓ પહેરેલો ઉલૂપીનો નારીદેહ યુવનાશ્વની આંખને ખેંચી રહ્યો. ‘યુદ્ધમાં તો આપ સામા આવ્યા નથી, છતાં આપનાં વર્ણનો મેં બહુ સાંભળ્યાં છે.' ‘મારી પાસે ઉલૂપી હોય તો હું ગમે તેવા યુદ્ધમાં ઊતરી શકું છું.’ ‘એ શર્તે તમને ઉલૂપી મળશે એમ માનો છો ?’ ‘તારો અને સુકેતુનો હું મિત્ર બન્યો છું. મૈત્રી દૃઢ કરવી હોય તો...' ‘તમારા કરતાં વધારે સમર્થ પુરુષની જરૂર છે.’ ‘ઉલૂપી ! હું પણ એક વખત સમર્થ - આર્યાવર્તને અંગુલિ ઉપર નચાવતો વીર હતો.’ ‘હું. તે વખતે તમને મહારાણી મળ્યાં. હજી એમના ચરણ સેવો, નહિ તો રાજ્યનો એક ટુકડો પણ હાથમાં નહિ રહે.' ‘મહેણાં દે છે ?’ હતો.’ ‘તમને અહીં કોણે આવવા દીધા ?' ‘મહાકાળનાં દર્શન કરવા હું આવ્યો છું. દર્શન કરી મરવા માગતો ‘ઘણું સારું. આપ ઉતાવળે દર્શન કરો.’ ‘હવે મરવું નથી - તને જોયા પછી.'