પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૪૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૮ : ક્ષિતિજ
 


‘તને મળ્યા વગર ?' ‘હા.' ઉલૂપી હસી પડી. તેનું હૃદય સુબાહુએ બરાબર વાંચી લીધું હતું. તેણે નિશ્ચય કર્યો હતો કે જીત પછીની વ્યવસ્થા સુકેતુને અને પોતાના એક મંત્રીને સોંપી તેણે સુબાહુને મળ્યા વગર જ ચાલ્યા જવું. ‘તોય શું ?’ હાસ્યમાંથી એક વ્યથાભર્યો પ્રશ્ન ઉલૂપીએ કર્યો. સુબાહુએ ઉલૂપીની સામે જોયું. ખૂબ ધારીને જોયું. સુબાહુના નયનોમાં મૂંઝવણ અને વિષાદ ભરેલાં ઉલૂપીએ જોયાં. ઉલૂપી પ્રત્યે સુબાહુને કેટલો પ્રેમ હતો તે ઉલૂપીએ નિહાળ્યું. ‘હું.’ સહજ દુઃખભર્યું સ્મિત કરી સુબાહુએ પ્રશ્નનો જવાબ આપ્યો. ઉલૂપીથી સુબાહુનું દુઃખ સહન થયું નહિ. તેનું હૃદય હાલી ઊઠ્યું. વિચિત્ર ન સમજાય એવા આદર્શોથી જીવનને સુક્કું બનાવ્યે જતા આ આર્ય પ્રિયતમ પ્રત્યે અનુકંપાનો ઉમળકો ઉલૂપીના હ્રદયમાં ઉદ્ભવ્યો. તેણે સુબાહુને વાંસે પોતાનો હાથ ભરવ્યો, અને તેને સહજ આગળ ખેંચી કહ્યું : ‘ચાલ, જરા બેસ. થાકી ગયો હોઈશ.’ ‘તને જોતાં જૂનો થાક ઊતરી જાય છે.' સુબાહુએ કહ્યું. ‘અને નવો થાક લાગે છે, ખરું ?' હસીને ઉલૂપી બોલી. ‘થાક તો નહિ પણ…’ ‘પણ શું ?’ ‘સમુદ્રની વિશાળતા કરતાં પણ મોટી વિશાળતા મને મૂંઝવે છે.’ ‘આરો દેખાતો નથી ?’ ‘ના.’ ‘આરો દેખાય કે ન દેખાય, સમુદ્રમાં પડ્યા વગર છૂટકો છે ?’ સુબાહુને ટેકો આપતી ઉલૂપી ધીમે ધીમે સુબાહુને મંદિરના ઉપરના ચોગાનમાં લઈ ગઈ. ચોગાનમાં કોઈ ન હતું. દીપમાળ ઉપરના રહ્યાસહ્યા બેચાર દીવા આળસ ખાતા હતા. દીપમાળના ચોતરા ઉપર ઉલૂપીએ સુબાહુને બેસાડ્યો, અને તે પોતે પણ તેની સાથે બેસી ગઈ. આખું મંદિર નિઃશબ્દ બની ગયું હતું. નવીન જીવનનો જન્મ કે જીર્ણ જીવનનું મૃત્યુ જાણે આ નિઃશબ્દતાની પાછળ સંતાઈ રહ્યું હોય એમ ભાસ થયો. દૂર આવેલી છાવણીઓમાંથી ચિત્ લશ્કરીઓનાં સંકેતસંબોધનો સંભળાતાં હતાં. ક્વચિત્ દૂરથી કોઈ શિયાળનું લાંબું રુદન સંભળાતું હતું. સુબાહુને સમુદ્ર યાદ આવ્યો. નિરવધિ વારિવિસ્તારમાં માત્ર એક જ ક્રિયા ચાલ્યા કરતી